ભારત માટે વધુ એક સારા સમાચાર, પુતિન PM મોદીના આ પ્રસ્તાવ સાથે સંમત થયા.

ભારત માટે વધુ એક સારા સમાચાર, પુતિન PM મોદીના આ પ્રસ્તાવ સાથે સંમત થયા.

07/09/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારત માટે વધુ એક સારા સમાચાર, પુતિન PM મોદીના આ પ્રસ્તાવ સાથે સંમત થયા.

રશિયન સેના વતી લડી રહેલા ભારતીય નાગરિકોને રજા આપવામાં આવશે. PM મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ડીનર વખતે વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પણ પી.એમ. મોદીની વાત માની લીધી અને રશિયન આર્મીમાં ફસાયેલા ભારતીય યુવાનોને સ્વદેશ મોકલવાનો નિર્ણય કર્યો.

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે.

IANS, મોસ્કો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અગ્રિમ મોરચા પર લડી રહેલા ભારતીય નાગરિકો પણ સામેલ છે. રશિયન સેના વતી લડતા ઘણા ભારતીયો પણ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રશિયાએ માહિતી આપી છે કે તેમની સેના વતી લડી રહેલા ભારતીય નાગરિકોને રજા આપવામાં આવશે. વિદેશમંત્રી એસ. જયશંકરે 4 જુલાઈના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલા તેમના રશિયન સમકક્ષ સેરગેઈ લવરોવ સાથે પણ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો.

યુદ્ધમાં ભારતીયોને કપટપૂર્વક સામેલ કરવામાં આવ્યા હતા

યુદ્ધમાં ભારતીયોને કપટપૂર્વક સામેલ કરવામાં આવ્યા હતા

બે ભારતીયો યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા વતી લડતા મૃત્યુ પામ્યા છે, જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ડઝનેક લોકોએ દાવો કર્યો છે કે તેઓને યુદ્ધમાં જોડાવા માટે છેતરવામાં-ફસાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 30 થી 40 ભારતીયો રશિયન આર્મી સાથે કામ કરવા મજબૂર છે.

પીએમ મોદી રવિવારે સાંજે મોસ્કો પહોંચ્યા હતા.

પીએમ મોદી રવિવારે સાંજે મોસ્કો પહોંચ્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પી.એમ. મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત છે. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને મોસ્કોમાં 22મી ભારત-રશિયા સંમેલનમાં ભાગ લેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top