ગ્રીષ્મા કાંડ જેવી વધુ એક ઘટના, યુવાને માંગરોળના બોરિયાની યુવતીનું ગળું કાપીને....
ગ્રષ્મા વેકરીયા કાંડે આખા ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી હતી. એવી જ વધુ એક ઘટના માંગરોળ તાલુકાના વાંકલમાં બની છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું ત્યારબાદ યુવકે પણ પોતે ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાના યુવતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું દીધું જેથી યુવતીના ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા થતા સ્વરપેટી કપાઈ ગઈ છે. જેથી યુવતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે યુવક પણ ઘટના સ્થળ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતા. હાલમાં યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે. યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી છે, જેની ઓળખ સુરેશ જોગી તરીકે થઈ છે.
પોલીસે સુરેશના પરિવારનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી છે તો બીજી તરફ પોલીસ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી એક-બીજાને શાળાના દિવસોથી ઓળખતા હતા. સુરેશ મજૂરી કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા, પરંતુ પોલીસની શરૂઆતની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેમણે તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવા દેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તેજસ્વીના પિતાની પણ પૂછપરછ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp