પાકિસ્તાનમાં થયો ફરી આત્મઘાતી હુમલો, લોકો મસ્જિદમાં નમાજ પઢી રહ્યા હતા અને થયો વિસ્ફોટ, જુઓ વિડ

પાકિસ્તાનમાં થયો ફરી આત્મઘાતી હુમલો, લોકો મસ્જિદમાં નમાજ પઢી રહ્યા હતા અને થયો વિસ્ફોટ, જુઓ વિડિઓ

09/29/2023 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં થયો ફરી આત્મઘાતી હુમલો, લોકો મસ્જિદમાં નમાજ પઢી રહ્યા હતા અને થયો વિસ્ફોટ, જુઓ વિડ

પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો થવાની ઘટના સામે આવી છે. અગાઉ બલુચિસ્તાનના વિસ્ફોટમાં 52ના મોત થયા બાદ ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં મસ્જિદમાં વિસ્ફોટ થવાના અહેવાલો મળી રહ્યા છે. બીજા વિસ્ફોટની ઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે વિસ્ફોટના કારણે દિવાલ શરાયાઈ થતા ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં 40થી 50 લોકો હતા, જેઓ નમાજ પઢી રહ્યા હતા. બલુચિસ્તાન બાદ ખૈબર પખ્તૂનખ્વામાં વિસ્ફોટ થયા બાદ પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.



મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા

મીડિયા અહેવાલો મુજબ હંગૂ જીલ્લામાં આવેલી મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો છે. આ દરમિયાન મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા. પોલીસે જણાવ્યું કે, આ આત્મઘાતી હુમલો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.



વિસ્ફોટ બાદ મસ્જિદની દિવાલ ધરાશાયી

પાકિસ્તાનના ડૉનની રિપોર્ટ મુજબ હંગૂના પોલીસ અધિકારી નિસાર અહમદે જણાવ્યું કે, વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, મસ્જિદની દિવાલ ધરાશાઈ થઈ ગઈ છે, જેમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મસ્જિદ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં પણ મસ્જિદ પાસે ઈદના જુલુસ દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 52થી વધુ લોકોના મોત થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top