તમામ વિરોધ-સમર્થન વચ્ચે આજથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દરબાર : સવારથી ઓટી સંખ્યામાં શ્ર

તમામ વિરોધ-સમર્થન વચ્ચે આજથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દરબાર : સવારથી ઓટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો!

05/26/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

તમામ વિરોધ-સમર્થન વચ્ચે આજથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દરબાર : સવારથી ઓટી સંખ્યામાં શ્ર

Baba Dhirendra Shastri Divy Darbar : આજથી સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આ પૂર્વે બાબાએ ગુજરાત આવવાની જાહેરાત કરી ત્યારથી અનેક લોકો એમનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ હજારો લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પણ ઉતરી પડ્યા છે. આજે સવારથી સુરતના નીલગિરી ગ્રાઉન્ડ પર ઉભરાઈ રહેલો માનવ મહેરામણ એ વાતની સાક્ષી પૂરે છે.


લોકોએ કહ્યું, “બાબાની સાથે છીએ એટલે ગરમી નથી લાગતી!”

લોકોએ કહ્યું, “બાબાની સાથે છીએ એટલે ગરમી નથી લાગતી!”

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ચમત્કારોને કારણે ચર્ચાસ્પદ બન્યા છે. કેટલાક એમને હનુમાનજીનો અવતાર સુધ્ધાં માને છે. આથી પોતાને રેશનલ માનતા લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો અને ગુજરાતમાં ઉઓજાનારા એમના દરબારોનો વિરોધ કરી રહ્યાહતા. કેટલાકે તો બાબા ચમત્કાર બતાવે તો મોટા મોટા ઇનામોની જાહેરાત સુધ્ધાં કરી હતી. પણ ખાટલે મોટી ખોડ એ છે કે જે લોકો બાબાનો વિરોધ કરે છે અને રેશનાલીઝમની વાતો કરે છે, એ લોકો બીજા ધર્મના કહેવાતા અધ્યાત્મિક પુરુષો-તાંત્રિકો દ્વારા હંમેશથી અને ઉઘાડેછોગ ચાલતા આવેલા સાવ અવૈજ્ઞાનિક ધતિંગો, દાવાઓ અને જાહેરાતો સામે કાયમ આંખ આડા કાન કરતા આવ્યા છે! આથી આ વખતે કેટલાક રેશનલ ગણાતા હિન્દુઓ પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં ઉતર્યા છે.

સો કોલ્ડ રેશનલ્સ અને નાસ્તિકોના એકતરફી વલણને કારણે તેમની છાપ હિંદુવિરોધીઓ તરીકે પડી રહી છે. એ સામેના રોષ અને પ્રતિઘાત સ્વરૂપે સામાન્ય હિંદુ-સનાતની પ્રજા વધુને વધુ ધાર્મિક થઇ રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આકાશમાંથી ગરમી વરસી રહી છે, છતાં લોકો ગ્રાઉન્ડ પર અડગ છે. શ્રદ્ધાળુઓ બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેવું કહી રહ્યા છે.


3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે : 'મહા ગદા' આકર્ષણનું કેન્દ્ર

3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે : 'મહા ગદા' આકર્ષણનું કેન્દ્ર

લીંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. વહેલી સવારથી જ ભક્તો દિવ્ય દરબારમાં આવવા માંડ્યા છે. સુરત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો બાબાના દર્શન માટે પહોંચ્યા છે. રાજસ્થાન,મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર,યુપી બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં આવ્યા છે. 3 લાખથી વધુ ભક્તો દિવ્ય દરબારમાં તેવી સંભાવના છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર  યોજાશે.

સુરતમાં આજે બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. જેમાં હનુમાનની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યા છે. હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે. અનેક રાજ્યમાંથી લોકો કાર્યક્રમ સ્થળે પહોંચી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top