BCCI જણાવ્યું રોહિત અને વિરાટને કેમ ન આપી વન-ડે અને T20 સીરિઝમાં જગ્યા
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ત્રણેય ફોર્મેટની ટીમોની જાહેરાત કરી દીધી છે. T20માં સૂર્યકુમાર યાદવ અને વન-ડે ટીમમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને વ્હાઇટ બૉલ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ બંને સીરિઝમાં દિગ્ગજ બોલર જસપ્રીત બૂમરાહને પણ સામેલ કરવામાં આવ્યો નથી. સાથે જ મોહમ્મદ શમીને પણ સબ્જેક્ટ ટૂ ફિટનેસ બતાવવામાં આવ્યો છે એટલે કે તે અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટમાંથી પસાર થઇ રહ્યો છે અને ફિટ થઇને ટેસ્ટ સીરિઝમાં હિસ્સો લઇ શકશે.
BCCIએ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડ પાસે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સાફ બૉલ ક્રિકેટથી બ્રેક આપવા માટે અનુરોધ કર્યો હતો. મોહમ્મદ શમી હાલમાં ચિકિત્સા ઉપચારથી પસાર થઇ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર કરશે.’ ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બૂમરાહને વન-ડે અને T20 ટીમમાં કેમ જગ્યા મળી નથી તેને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં લઇને આ પ્રવાસ માટે T20 ટીમમાં સામેલ કરી શકાય છે, પરંતુ બોર્ડે યુવા ખેલાડીઓ પર જ ભરોસો કાયમ રાખ્યો.
Notes 👇👇· Mr Rohit Sharma and Mr Virat Kohli had requested the Board for a break from the white-ball leg of the tour.· Mr Mohd. Shami is currently undergoing medical treatment and his availability is subject to fitness.#SAvIND — BCCI (@BCCI) November 30, 2023
Notes 👇👇· Mr Rohit Sharma and Mr Virat Kohli had requested the Board for a break from the white-ball leg of the tour.· Mr Mohd. Shami is currently undergoing medical treatment and his availability is subject to fitness.#SAvIND
BCCIએ વિરાટ કોહલી અને રોહિત શર્માને T20 અને વન-ડેમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે. વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ બાદ રોહિત અને વિરાટ રેસ્ટ પર છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં હિસ્સો લેશે. બંને ખેલાડીઓએ પોતાની અંતિમ T20 મેચ ગયા વર્ષે થયેલા T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ સાથે જોડાયેલા આ બંને બેટ્સમેનોને T20 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા નથી. જો કે, આગામી વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં આ ખેલાડીઓનું સિલેક્શન IPLના પ્રદર્શનના આધાર પર થઇ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp