બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો, ભાજપે CM મમતા બેનર્જી પર કર્યો પ્રહાર
  • Monday, January 20, 2025

બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો, ભાજપે CM મમતા બેનર્જી પર કર્યો પ્રહાર

08/24/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો, ભાજપે CM મમતા બેનર્જી પર કર્યો પ્રહાર

કોલકાતામાં બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જીની કાર પર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ, જ્યારે તે કોલકાતાના દક્ષિણી એવન્યૂથી પોતાની કાર ચલાવીને જઇ રહી હતી ત્યારે એક બાઇક સવારે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે ન રોકાઈ, ત્યારે હુમલો કરનારે તેની કારનો કાંચ તોડી નાખ્યો હતો. બંગાળી અભિનેત્રીએ પોતે વીડિયો શેર કર્યો છે અને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે. કોલકાતા રેપ કેસ બાદ આ ઘટનાએ બંગાળનું રાજકારણ વધુ ગરમાવ્યું છે. ભાજપે મમતા સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે બંગાળ હવે મહિલાઓ માટે નર્ક બની ગયું છે. અહીં મહિલાઓ, બહેનો અને દીકરીઓ સુરક્ષિત રહી શકતી નથી.


આરજી કરની ઘટના બાદ પણ બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી

આરજી કરની ઘટના બાદ પણ બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી

બંગાળના બીજેપી નેતા દિલીપ ઘોષે સીએમ મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યો હતો. આરજી કરની ઘટનાને લઈને એટલા હોબાળા બાદ પણ આ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. આટલા વિરોધ છતાં નર્સો, અભિનેત્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મેડિકલ અધિકારીઓ સાથે એવું જ થઈ રહ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. લોકો હવે ગુનાઓ કરતા ડરતા નથી કારણ કે પડદા પાછળથી સીધી રીતે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ ગુનેગારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સાથે જ પોતાની માનસિકતા અને કાર્યો દ્વારા આડકતરી રીતે સંકેત આપી રહ્યા છે કે તેઓ ગુનેગારોના પક્ષમાં છે. બીજેપી નેતાએ કહ્યું કે કોલકાતાના દક્ષિણી એવન્યૂ જેવા પૉશ વિસ્તારમાં કારમાં તોડફોડ અને મહિલાઓ પર હુમલા થઈ શકે છે, તો કલ્પના કરો કે ગ્રામીણ વિસ્તારોમાં શું થતું હશે.


કોલકાતા રેપ કેસ બાદ દેશભરમાં ખળભળાટ

કોલકાતા રેપ કેસ બાદ દેશભરમાં ખળભળાટ

દિલીપ ઘોષે કહ્યું કે પાયલે ફેસબુક લાઈવના માધ્યમથી સત્ય બધાની સામે લાવી, તેના માટે પાયલનો આભાર. તો બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે પણ મમતા સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે કોલકાતાના પોશ વિસ્તારોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ કોલકાતાની સાથે સાથે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ ઘટનાને લઈને દેશભરમાં જોરદાર પ્રદર્શનો થયા. પશ્ચિમ બંગાળમાં હજુ પણ થઈ રહ્યા છે. 9 ઑગસ્ટના રોજ આરજી કર મેડિકલ કૉલેજમાંથી એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top