ગુજરાત ATSની મોટી સફળતા: હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓની કરી ધરપકડ

ગુજરાત ATSની મોટી સફળતા: હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓની કરી ધરપકડ

03/03/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત ATSની મોટી સફળતા: હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓની કરી ધરપકડ

Gujarat ATS: ગુજરાત ATS અને હરિયાણા STFને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં હરિયાણાના ફરીદાબાદમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે, ધરપકડ કરાયેલ આતંકી અબ્દુલ રહેમાન ઉત્તર પ્રદેશના મિલ્કીપુરનો રહેવાસી છે. હરિયાણા STF દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ અને ઉર્દૂ લખાણવાળી કેટલીક વસ્તુઓ પણ મળી છે, જેની તપાસ ચાલી રહી છે.

ગુજરાત ATSની ટીમ હરિયાણાના ફરીદાબાદના પાલી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ATS ટીમ એક ખાસ સંગઠન સાથે સંકળાયેલા યુવકની માહિતી પર પહોંચી હતી. ATS ટીમે એક ઘરમાંથી 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ, રવિવારે સાંજે ગુજરાત ATS અને ફરીદાબાદ પોલીસના વાહનો પાલી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત રહ્યા હતા.


ધરપકડ કરાયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન

ધરપકડ કરાયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન

ગુજરાત ATSની ટીમે ગુજરાતના એક યુવકની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદ માટે કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. ત્યારબાદ, ગુજરાત ATSની ટીમ તેને અહીં લાવી. ધરપકડ થયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન (ઉં.વ. 19 વર્ષ) હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવી શંકા છે કે અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. હવે આ યુવકની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેઓ આ હેન્ડગ્રેનેડથી શું કરવા માગતા હતા? આ સિવાય આ આતંકીઓ કયા સંગઠન થે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top