Gujarat Election : ચૂંટણીના પડઘમ વાગ્યા ! અલ્પેશ ઠાકોરને લઈને સી.આર.પાટીલે આપ્યો મોટો સંકેત, રા

Gujarat Election : ચૂંટણીના પડઘમ વાગ્યા ! અલ્પેશ ઠાકોરને લઈને સી.આર.પાટીલે આપ્યો મોટો સંકેત, રાજકારણ ગરમાયું

10/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election : ચૂંટણીના પડઘમ વાગ્યા ! અલ્પેશ ઠાકોરને લઈને સી.આર.પાટીલે આપ્યો મોટો સંકેત, રા

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક રાજકીય પક્ષોએ હવે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે તેવા સંકેત આપ્યા છે.


અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતાઃ પાટીલ

અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતાઃ પાટીલ

સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા અને જીતવા માટે શુભેચ્છા પાઠવી હતી. સી.આર.પાટીલે કહ્યું, 'અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ચૂંટણી લડે અને બેઠક જીતે. દરેક પોતપોતાના મતવિસ્તારમાં તૈયારીઓ કરી રહ્યા છે, અમને વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે.' આ ઉપરાંત તેમણે કહ્યું કે ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.


મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારીઃ અલ્પેશ ઠાકોર

મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારીઃ અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર માટે આ એક સારો સંકેત કહી શકાય કારણ કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં રાધનપુરમાં યોજાયેલા બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે.' આ બધાની વચ્ચે સી.આર પાટીલનું આ નિવેદન ઘણું બધુ કહી જાય છે.

મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.'


શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરની ચૂંટણી લડવાના આપ્યા હતા સંકેત

શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ગઈ વખતે જાન લઈને આવ્યા, જાન માંડવે પહોંચી અને બાકી રહી ગયું છે.હવે આવુ અધૂરું ના રહે એ જોજો જરાં, તમારા બધાની જવાબદારી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top