કેનેડાનો ભારતને 'ઝટકો' : ભારત-કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ વધશે! જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો આક્ષેપ

કેનેડાનો ભારતને 'ઝટકો' : ભારત-કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ વધશે! જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો આક્ષેપ કહ્યું "ભારત સરકારનું ષડયંત્ર"

09/19/2023 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડાનો ભારતને 'ઝટકો' : ભારત-કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ વધશે! જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો આક્ષેપ

ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ જોવા મળી શકે છે કારણ કે હાલમાં કેનેડા દ્વારા લેવામાં આવેલ એક્શનથી બંને વચ્ચે મનમોટાવ જોવા મળી શકે છે. કેનેડા દ્વારા ભારતના એક ટોચના રાજદ્વારીની હાંકલ પટ્ટી કરાય છે. જેના લીધે તણાવની સ્થિતિ સર્જાઈ શકે તેવા અનુમાનો લાગવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલો શીખ નેતા હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસ સાથે જોડાયેલો છે. કેનેડિયન સરકારનો આરોપ છે કે, ભારતીય રાજદ્વારી દ્વારા હત્યાની તપાસમાં દખલ કરવામાં આવી રહી હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું કોઈ ષડયંત્ર હોઈ શકે છે.


જો ભારત સરકાર આ મામલે સામેલ હશે તો સ્વીકાર્ય નહીં : PM ટ્રુડો

જો ભારત સરકાર આ મામલે સામેલ હશે તો  સ્વીકાર્ય નહીં : PM ટ્રુડો

નિજ્જરની 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. PM ટ્રુડોના જણાવ્યા અનુસાર, કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માંગ કરી હતી.


નિજ્જરની આ વર્ષે હત્યા થઈ હતી

નિજ્જરની આ વર્ષે હત્યા થઈ હતી

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ  આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી તેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top