બોલિવૂડની 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા કરશે લગ્ન..! જાણો કોની સાથે અને ક્યારે?

બોલિવૂડની 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા કરશે લગ્ન..! જાણો કોની સાથે અને ક્યારે?

06/10/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલિવૂડની 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા કરશે લગ્ન..! જાણો કોની સાથે અને ક્યારે?

Sonakshi Sinha Getting Married : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની 'દબંગ ગર્લ' તરીકે જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી શરુ થઈ ગઈ છે. તેના લગ્ન સંબંધિત અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રી 2 વર્ષથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે, જેની સાથે તે ઘણીવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી 23 જૂને મુંબઈમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 'હીરામંડી'ની આખી કાસ્ટ તેમાં આવશે.


આ ફિલ્મમાં સાથે કર્યું હતું કામ

આ ફિલ્મમાં સાથે કર્યું હતું કામ

સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાને એક પાર્ટીનું આયોજન કર્યું હતું જ્યાં બંનેની મુલાકાત થઈ હતી અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. સોનાક્ષી અને ઝહીરે 'ડબલ XL' નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે જ બંનેએ સોશિયલ મીડિયા પર દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.


કોણ છે ઝહીર ઈકબાલ?

કોણ છે ઝહીર ઈકબાલ?

ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઈકબાલ રત્નાસી છે. ઝહીર સલમાન ખાનનો સારો મિત્ર છે. આ ઉપરાંત ઝહીર ઈકબાલે 2014માં સોહેલ ખાન સાથે આસિસ્ટન્ટ ડીરેકટર તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં 'નોટબુક' નામની ફિલ્મથી સલમાન ખાને તેને લોન્ચ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ઝહીરની કારકિર્દી વધુ આગળ વધી શકી નહીં. તે છેલ્લે સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મ 'ડબલ XL'માં જોવા મળ્યો હતો. તેમજ ઝહીર 'રૂસ્લાન' નામની ફિમમાં કેમિયો કરતો દેખાશે.


ઝહીર સના સઈદ અને દીક્ષા સેઠને ડેટ કરી ચૂક્યા

ઝહીર સના સઈદ અને દીક્ષા સેઠને ડેટ કરી ચૂક્યા

ઝહીર ઈકબાલનું નામ 2014ની ફિલ્મ 'લેકરમાં હમ દિવાના દિલ' ફેમ દીક્ષા સેઠ સાથે જોડાયું હતું. કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે બંનેએ આ અંગે ક્યારેય ખુલીને વાત કરી નથી. આ સિવાય સના સઈદ સાથે તેના લિંકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. 2018માં તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top