શિલ્પા શેટ્ટીએ મીડિયા પર કરેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

શિલ્પા શેટ્ટીએ મીડિયા પર કરેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

07/31/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

શિલ્પા શેટ્ટીએ મીડિયા પર કરેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં પકડાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) 25 જેટલા મીડિયા હાઉસ, ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયા સાઈટ વિરુદ્ધ માનહાનિનો દાવો કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. શિલ્પાએ કહ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. જે અંગે ગઈકાલે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, શિલ્પા શેટ્ટીએ તેમની અરજીમાં મીડિયાના રિપોર્ટીંગ ઉપર રોક લગાવવા માટે માગ કરી છે. પરંતુ તેમ કરવામાં આવે તો પ્રેસની સ્વતંત્રતા (Freedom of press) ઉપર ખોટી અસર પડશે. તેમણે આગળ મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ‘પોલીસે જે કહ્યું છે તેના આધારે કોઈ પણ કેસનું રિપોર્ટીંગ કરવું તે માનહાનિ નથી.’

આવા લેખો માનહાનિ નથી : કોર્ટ

શિલ્પાના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરતા કહ્યું કે, એક પતિ અને પત્ની વચ્ચે જે થયું તેની વિગતો બહાર જવી જોઈતી ન હતી. જોકે, જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે, શિલ્પા શેટ્ટી સાથે આ ઘટના પોલીસકર્મીઓ સામે થઇ હતી અને એ તમામ વિગતો ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના હવાલે મીડિયામાં રિપોર્ટ કરવામાં આવી હતી. કોર્ટે પ્રશ્ન કર્યો  કે, જો આ ઘરની ચાર દીવાલો વચ્ચે બની હોત અને બહારનું કોઈ સામેલ ન હોત તો વાત અલગ છે પરંતુ આ પોલીસકર્મીઓની હાજરીમાં બન્યું હતું. આ માનહાનિ કઈ રીતે હોય શકે?

કોર્ટે કહ્યું કે શિલ્પા શેટ્ટી એક પબ્લિક ફિગર છે અને આ પ્રકારનું રિપોર્ટીંગ કે લેખ ડિફેમેટ્રી એટલે કે માનહાનિ નથી.’ ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે શિલ્પા શેટ્ટી અને રાજ આમનેસામને થયા ત્યારે શિલ્પા રડવા લાગી હતી.

તમે સાર્વજનિક જીવન પસંદ કર્યું છે : કોર્ટ

જસ્ટિસ ગૌતમ પટેલે આગળ કહ્યું, ‘તમે (શિલ્પા શેટ્ટી) સાર્વજનિક જીવન પસંદ કર્યું છે. તમારું જીવન માઈક્રોસ્કોપ જેવું છે. સૌથી પહેલા એમ કહેવું કે નિવેદન નોંધાવતી વખતે તે રડવા લાગી અને પતિ સામે નારાજગી વ્યક્ત કરી, તેમાં કશું માનહાનિ નથી. તે દર્શાવે છે કે તેઓ પણ એક માણસ છે.’ સુનાવણી બાદ કોર્ટે એમ પણ કહ્યું કે તેમના આદેશના કોઈ પણ ભાગને મીડિયાને શાંત કરાવવાના સ્વરૂપમાં માનવામાં ન આવે તે જરૂરી છે.

જોકે, શિલ્પા શેટ્ટી દ્વારા માનહાનિ કરતા કેટલાક વિડીયો વિશે જાણકારી આપવામાં આવ્યા બાદ તે હટાવી લેવામાં આવ્યા હતા. કોર્ટે યુ-ટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવેલા ત્રણ વિડીયો હટાવવાનો આદેશ આપ્યો હતો અને સૂચના આપી હતી કે આવા વિડીયો ભવિષ્યમાં ક્યારેય અપલોડ કરવામાં નહીં આવે કારણ કે તે દ્વેષપૂર્ણ છે અને કેસની સત્યતા તપાસવાનો સહેજ પણ પ્રયાસ નથી. કોર્ટે નોંધ્યું કે પ્રેસની સ્વતંત્રતા વ્યક્તિની ગોપનીયતાના અધિકાર સાથે સંતુલિત હોવી જોઈએ.

કોર્ટે શિલ્પાને કહ્યું કે, ગૂગલ, યુ-ટ્યુબ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના એડિટોરિયલ કન્ટેન્ટ પર નિયંત્રણ માટેની તમારી માગ જોખમી છે. આ સાથે કોર્ટે કેસમાં સામેલ તમામ મીડિયા પ્લેટફોર્મને તેમના સોગંદનામા દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો હતો અને આ મામલાની વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top