બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતનું અલ્ટીમેટમ, 'જો હથિયાર ઉઠાવવા પડશે તો ઉઠાવીશું'

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતનું અલ્ટીમેટમ, 'જો હથિયાર ઉઠાવવા પડશે તો ઉઠાવીશું'

09/01/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતનું અલ્ટીમેટમ, 'જો હથિયાર ઉઠાવવા પડશે તો ઉઠાવીશું'

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે અનેક ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતે આ વિવાદ અંગે આક્રોશમાં જણાવ્યુ છે કે, 'આ લોકો સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજી મહારાજ સીતારામના દાસ છે, સ્વામીનારાયણના દાસ નથી. જો આ લોકો વારંવાર આવું કરશે તો અમે શસ્ત્ર પણ ઉઠાવવા માટે તૈયાર છીએ. આ સાથે તેમણે હાથમાં હથિયાર ધારણ કરી એવું પણ એલાન કર્યું છે કે, જો 24 કલાકમાં આ ચિત્રો નહિ હટે તો વધ કરવાની જરૂર પડશે તો તે પણ કરીશું.'


સ્વામીનારાયણના સંત નૌતમ સ્વામીનું નિવેદન

સ્વામીનારાયણના સંત નૌતમ સ્વામીનું નિવેદન

આ વિવાદમાં ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ કડક નિવેદન આપ્યું છે. વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.

તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રીહનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઇને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. ત્યાં યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને સંપ્રદાયના કોઇને વ્યક્તિએ જરૂર નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top