લો બોલો... ગાંધી જયંતિના દિવસે જ શિક્ષણના ધામમાં નશાનો ખેલ!
પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
આ મામલે પાટણ જિલ્લા NSUI પ્રમુખ દાદુસિંહ સોલંકીએ કહ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં આવતી જોવા મળે છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે NSUI દ્વારા કેમ્પસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્ટીન પાસેથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા. આ વિદ્યાની નગરીમાં દારૂ આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ છે. ત્યારે અમારી માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી થવી જઈએ અને સજા પણ થવી જોઈએ.
અગાઉ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકની પાછળ ઘાસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો હતો. હોસ્ટેલના D બ્લોકની પાછળ જ નહીં આગળથી પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. યુનિવર્સિટીની કેમ્પસમાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવતા યુનિવર્સિટી મેનેજમેન્ટ દોડતું થયું હતું.
- કેમ્પસમાં દારૂની બોટલો કેવી રીતે આવી?
- શું વિદ્યાના ધામમાં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે?
- યુવાનોને નશાના રવાડે ચઢાવનારા તત્વો કોણ છે?
- યુવાનોને ગેરમાર્ગે કોણ દોરી રહ્યું છે?
- શિક્ષણના ધામમાં કોણ કરે છે દારૂની પાર્ટી?
- પોલીસ સીસીટીવીથી આરોપીઓ સુધી પહોચશે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp