Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

09/02/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Breaking News : બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં તોડફોડ, હનુમાનજીના ભીંતચિંત્ર પર કર્યો કાળો રંગ

Botad : એક તરફ બોટાદના સાળંગપુર મંદિર (Salangpur temple) પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર નામે જાણીતી હનુમાનજીની મૂર્તિ નીચે કરાયેલા  ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.


પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છતા...

પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છતા...

સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે લગાવાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બોટાદના સાળંગપુર મંદિરમાં પહેલેથી જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે. તેમ છતા આજે એક વ્યક્તિ અચાનક કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે પહોંચી જાય છે અને લગાવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવે છે એટલુ જ નહીં તેના પર લાકડીથી પ્રહાર પણ કરે છે. લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.


ચારણકી ગામનો હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ

ચારણકી ગામનો હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ

ભીંતચિત્રો પર લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામ રહે છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા DySP સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top