ટેક્નોલૉજી સાથે આસ્થાનું સંગમ! બ્રિટિશ લખરી સુપર કાર કંપનીના લોગોમાં ગણપતિ બાપ્પા
27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો વિધ્નોના વિનાશક અને સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ અને જ્ઞાનના દેવતા ભગવાન ગણેશ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. વિધ્નહર્તા પ્રત્યે લોકોની આ શ્રદ્ધા માત્ર ભારતીયો કે હિન્દુઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમના પ્રત્યેની આસ્થાનો પુરાવો હજારો કિલોમીટર દૂર આવેલા લંડનમાં પણ જોઈ શકાય છે. હા, તેનો જીવંત પુરાવો એક બ્રિટિશ લક્ઝરી કાર ઉત્પાદકના લોગોમાં જોઈ શકાય છે.
સામાન્ય રીતે કાર કંપનીઓ પોતાના નામના પહેલા અક્ષર (બ્રાન્ડ નેમ)ને પોતાના લોગો તરીકે ઉપયોગ કરે છે. જેમ કે ટાટા, મહિન્દ્રા, રોલ્સ રોયસ વગેરે વગેરે. અહી સુધી કે કેટલાક ઉત્પાદકો પણ તેમના લોગોમાં એક ખાસ વિષય-વસ્તુને એક ભાગ બનાવે છે, પરંતુ એક બ્રિટિશ ઓટોમોટિવ એન્જિનિયરિંગ કંપની લેન્ઝાન્ટેએ બ્રાન્ડ પોતાના માટે ભગવાન ગણેશની પ્રતિમા પસંદ કરી.
કાર કંપનીના લોગો પર નજર નાખીએ તો, ભગવાન ગણેશ પદ્માસન મુદ્રામાં બેઠા છે અને તેમના ચારેય હાથ ખુલ્લા છે. માથા પર ફૂલ જેવી આકૃતિ બનેલી છે. ગળામાં ફૂલોની માળા છે જે ભગવાનના લાંબા પેટ સુધી લટકી રહી છે. કંપની ભગવાન ગણેશના રૂપમાં બનાવેલ આ લેન્ઝેન્ટ બ્રાન્ડનો લોગો ન માત્ર તેના વાહનો પર, પરંતુ શોરૂમ અને મુખ્યાલયની ઇમારતો પર પણ જોવા મળે છે.
લેન્ઝેન્ટ શાનદાર ડિઝાઇન અને શાનદાર રીતે બનાવેલી કારનું ઉત્પાદન કરે છે, ખાસ કરીને તે કલેક્ટર્સ અને કાર પ્રેમીઓ માટે જે ખાસ ડિઝાઇન શોધતા રહે છે. લેન્ઝેન્ટની સ્થાપના 1970ના દાયકામાં પોલ લેન્ઝેન્ટે દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં, કંપનીનું ધ્યાન ઐતિહાસિક કારોને પુનઃસ્થાપિત કરવા પર હતું, જેને મોડીફાઈ કરીને રેસિંગ ટ્રેક માટે તૈયાર કરવામાં આવતી હતી.
એવું કહેવાય છે કે, આ લોગો બીટલ્સ બેન્ડના સભ્ય જ્યોર્જ હેરિસન દ્વારા પોલ લેન્ઝેન્ટેને સૂચવવામાં આવ્યો હતો, જેઓ ગણેશજીને સારા નસીબનું પ્રતિક અને વિધ્નહર્તા માનતા હતા. તેમને ભગવાન ગણેશમાં પણ શ્રદ્ધા હતી. આ જ કારણ છે કે જ્યારે હેરિસને તેમના નજીકના મિત્ર પોલ લેન્ઝેન્ટેને કાર કંપનીના લોગો તરીકે ભગવાન ગણેશનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું, ત્યારે તેઓ માની ગયા.
લેન્ઝાન્ટે ન માત્ર લક્ઝરી સ્પોર્ટ્સ કારોનું નિર્માણ કરે છે, પરંતુ મોટરસ્પોર્ટની દુનિયામાં એક જાણીતું નામ પણ છે. કાર વ્યવસાયમાં ઉતરતા પહેલા, લેન્ઝાન્ટે મોટરસ્પોર્ટે 1995માં વિશ્વની સૌથી પડકારજનક રેસમાંથી એક ‘લે મેન્સ રેસ’માં પણ ભાગ લીધો હતો. લેન્ઝાન્ટે કોકુસાઈ કોહાત્સુ રેસિંગના નામથી મેકલેરેન ઓટોમોટિવ માટે મેકલેરેન F1 GTR કાર સાથે સતત 24 કલાકની આ રેસ જીતી હતી. આ પહેલી વખત હતું જ્યારે કોઈએ પોતાના પહેલા પ્રયાસમાં રેસ જીતી હતી. આ એક એવી સિદ્ધિ હતી, જે અત્યાર સુધી પુનરાવર્તિત થઈ નથી.
ઇંગ્લેન્ડના પીટર્સફિલ્ડમાં સ્થિત લેન્ઝાન્ટે વિશ્વની સૌથી પ્રખ્યાત સુપરકાર બ્રાન્ડ્સ, જેમ કે મેકલેરેન, પેગાની અને પોર્શ પર આધારિત ખાસ કમિશન કારોને તૈયાર કરવામાં નિષ્ણાત છે. કંપની ઉચ્ચ પ્રદર્શન અને ઐતિહાસિક રોડ અને ટ્રેક કાર પણ સંભાળે છે.
1980ના દાયકામાં લેન્ઝાન્ટેએ હેરિસનની પ્રખ્યાત રેડફોર્ડ મીની કારને પણ પુનઃસ્થાપિત કરી હતી. લેન્ઝાન્ટેની આ કહાની ન માત્ર મોટરસ્પોર્ટ્સ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની દુનિયામાં તેના યોગદાનને બતાવે છે, પરંતુ કંપનીના માલિકની ભગવાન ગણેશ પ્રત્યેની ભક્તિને પણ પ્રતિબિંબિત કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp