carryminatiનો એ વાંધાજનક વિડીયોમાં આખરે યુટ્યુબે હટાવી લીધો!
આમ તો યુ-ટ્યુબ ઉપર વિવિધ વિષયોના ટ્યુટોરીયલ્સથી માંડીને ફિલ્મો, વેબ સીરીઝના વિડિયોઝ, મ્યુઝીક અને સોફ્ટ પોર્ન સુધીનું બધું જ ફિંગર ક્લિકને ઇશારે જોવા મળી જાય છે. પણ ક્યારેક યુટ્યુબનું કન્ટેન્ટ પણ એવો વિવાદ સરજી દે છે કે ચેનલે આખરે એ કન્ટેન્ટ હટાવી લેવું પડે છે. કેરીમીનાટી એવું નામ છે જેને ભાગ્યે જ કોઈ યુટ્યુબ રસિયા યંગસ્ટર નહિ ઓળખતા હોય. કેરીમીનાટીની ઓનલાઈન આઇડેન્ટિટી દ્વારા કન્ટેન્ટ પીરસનાર યુવાનનું અસલી નામ અજય નગર છે. એના લોકપ્રિય (અને કેટલીક વાર વિવાદાસ્પદ થતા) વિડીયો કન્ટેન્ટ વિષે વાત કરતા પહેલા જરા એનું બેકગ્રાઉન્ડ જાણી લઈએ.
દિલ્હી નજીકના ફરીદાબાદમાં જન્મેલો અજય નગર કોઈ સામાન્ય છાત્ર જેવો જ હતો, પણ પછી એને યુટ્યુબનો કાહ્સકો લાગ્યો. જો કે એ બીજા તરુણોની જેમ વિડિયોઝ પાછળ માત્ર સમય બગાડવા નહોતો માંગતો, પણ એને તો એમાં જ પોતાની કેરીયર દેખાતી હતી. એટલી નાની ઉંમરે કેરીયર અને લાઈફની ઇકોનોમી સેટ કરવાનો પ્લાન બનાવી રહેલા અજયને જો કે એક વિષય તરીકે ઇકોનોમિક્સ ભણવામાં સહેજે ય રસ નહોતો પડતો. આખરે એણે ઇકોનોમિક્સથી બચવા માટે બારમાં ધોરણની પરીક્ષા આપવાનું જ માંડી વાળ્યું! જો કે પાછળથી એણે સ્કુલે જવાને બદલે લોંગ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ભણતર પૂરું કર્યું.
'કેરી'ના ટૂંકા નામે ઓળખાતા અજય નગર ઉર્ફે કેરીમીનાતીએ માત્ર ૧૦ વર્ષની ઉંમરથી વિડિયોઝ બનાવવાનું શરુ કરી દીધેલું. હાલમાં ૨૦ વર્ષના આ લબરમૂછીયાના લાખો ફોલોઅર્સ છે. એણે ફરીદાબાદ ખાતેના પોતાના ઘરના એક રૂમમાં જ સ્ટુડીયો બનાવ્યો છે. અત્યાર સુધીમાં 'યુટ્યુબ ક્રિએટર એવોર્ડ'ની જુદી જુદી કેટેગરીમાં એ પાંચેક એવોર્ડ જીતી ચૂક્યો છે.
કેરી પોતાના રોસ્ટિંગ માટે જાણીતો છે. સીરીયલના કે ફિલ્મોના અમુક સીન્સ જો ઈલોજીક્લ લાગે તો કેરી એના વિડિયોઝ અને પેરોડીઝ બનાવી બનાવીને કચકચાવીને રોસ્ટ કરવામાં એને કોઈ ન પહોંચે. તે અપશબ્દોનો પણ છૂટથી ઉપયોગ કરે છે. કેરીના રોસ્ટિંગનો ભોગ બનનાર ઘણાને લાગણીઓ ઘવાતી હશે, પણ મોટા ભાગના યુટ્યુબ વ્યુઅર્સ કેરીના રોસ્ટિંગને દિલ ભરીને માણે છે અને શેર કરે છે. જો કે ક્યારેક કેરી એવો મુદ્દો છેડી લે છે કે મોટી મગજમારી થઇ જાય છે. હાલમાં જ એવો એક બનાવ બની ગયો જેમાં આખરે યુટ્યુબે કડક પગલા ભરીને કેરીનો એ વિડીયો હટાવી લીધો.
કેરીએ ગયા અઠવાડિયે " YouTube vs TikTok — The End" નામથી એક વિડીયો બનાવેલો. પણ યુટ્યુબ દ્વારા ધારાધોરણોનો ભંગ થતો હોવાનું જણાવીને આ વિડીયો દૂર કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ આખી બબાલના મૂળમાં યુટ્યુબર્સ અને ટીકટોકર્સ વચ્ચેનો ઝગડો કારણભૂત છે. આમીરઅલી નામના એક ટીકટોકરે યુટ્યુબ પર કન્ટેન્ટ પીરસતા કેરી જેવા લોકોની મજાક ઉડાડતો અને એમણે સલાહ આપતો વિડીયો બનાવેલો અને ટીકટોક પર વાઈરલ કરેલો. સ્વાભાવિક રીતે જ આમાં આમીરલીની દેખીતી આડોડાઈ જ હતી. કેરીએ આના જવાબમાં આમીરઅલીને ધૂંઆધાર ફટકાબાજી કરીને ભયંકર રોસ્ત કરી નાખ્યો! એવું માનવામાં આવે છે કે કેરીનો એ વિડીયો ભારે વાઈરલ થવાને કારણે એની લોકપ્રિયતાથી સમસમી ગયેલા આમીરઅલીના સમર્થકોએ યુટ્યુબમાં ફરિયાદ કરલી, જેથી આ વિડીયો યુટ્યુબ દ્વારા હટાવી લેવામાં આવ્યો.
અહીં જોવાની ખૂબી એ છે કે આ વિડીયો કેરીનો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય વિડીયો હતો જેને માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં લગભગ ૭૦ લાખ લોકોની અધધ કહેવાય એવડી વ્યુઅરશીપ મળેલી. સ્વાભાવિક રીતે જ કેરી અને એના લાખો ચાહકોને યુટ્યુબના આ પગલાથી દુખ થયું છે. કેરીના ચાહકો સોશિયલ મીડિયા પર એને સપોર્ટ આપી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp