ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્રના લોકોને તેમાં રસ પણ નહોતો : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે દુનિયા આજે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં સારી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્રના લોકોને તેમાં રસ પણ નહોતો. સમયની સાથે બધાને વાયબ્રન્ટનું મહત્વ સમજાયું. 2003માં માત્ર 100 લોકો જ જોડાયા હતા. આજે 135 દેશો જોડાયા છે.
સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીના કરવામાં આવી રહી છે. આ દરમિાન PM મોદીના હસ્તે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
20 વર્ષ પહેલા 2003ના રોજ તત્કાલિન CM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે.
આ સાથે PM દાહોદ અને છોટાઉદેપુરમાં 5 હજાર 206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ વડોદરામાં મહિલાઓ દ્રારા આયોજન કરેલા PMના અભિવાદન સમારંભમાં પણ હાજર રહેશે. ત્યાર બાદ PM દિલ્લી જવા રવાના થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp