રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પાસે કરી નાખી આ 4 માગ

રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પાસે કરી નાખી આ 4 માગ

05/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પાસે કરી નાખી આ 4 માગ

બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે આગામી વસ્તી ગણતરી (Caste Census in India)માં જાતિ વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે છેલ્લા ઘણા વર્ષોથી સમજી વિચારીને સરકાર પાસે જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માગણી કરી રહ્યા છીએ. અમે સરકારના નિર્ણયને સમર્થન આપીએ છીએ, પરંતુ અમારી કેટલીક માગણીઓ છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર જાતિ વસ્તી ગણતરીની તારીખ બતાવે. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સરકાર પાસેથી મુખ્યત્વે 4 માગણીઓ કરી છે.’


રાહુલ ગાંધીની 4 માગ

રાહુલ ગાંધીની 4 માગ
  1. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે સ્પષ્ટ કરવું જોઇએ કે વસ્તી ગણતરી ક્યારે અને કેવી રીતે હાથ ધરવામાં આવશે, તેની ટાઈમલાઇન બતાવે.
  2. સરકારે તેલંગાણા મોડેલ અપનાવવું જોઈએ. હકીકતમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તેલંગાણા સરકારની જેમ ઝડપી, પારદર્શક અને સમાવિષ્ટ જાતિ સર્વે મોડેલ અપનાવવું જોઈએ.
  3. રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણાએ 50 ટકા અનામતની મર્યાદા તોડી દીધી છે. અમે ઈચ્છીએ છીએ કે અનામત મર્યાદા 50 ટકાથી દૂર કરવામાં આવે.
  4. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગૂ કરવામાં આવે.

સરકાર સાથે સહયોગનો પ્રસ્તાવ:

સરકાર સાથે સહયોગનો પ્રસ્તાવ:

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી જાતિગત વસ્તીગણતરીને ડિઝાઇન કરવામાં સરકારને પૂરી મદદ કરશે. આ અમારું વિઝન હતું અને અમે તેને સપોર્ટ કરીએ છીએ. અમે સરકાર પર પૂરતો દબાવ નાખ્યો, જેથી તે કાર્યવાહી કરે. 11 વર્ષ બાદ કેન્દ્ર સરકારે અચાનક જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. આ સામાજિક ન્યાયની દિશામાં પહેલું પગલું છે. દરેક કોંગ્રેસી કાર્યકર્તા અને સામાજિક ન્યાય માટે કામ કરનારા કાર્યકર્તા શુભેચ્છાને પાત્ર છે. હું તેમના પર ગર્વ કરું છુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top