CID ફેમ દિનેશ ફડનીસનું નિધન, 57 વર્ષની ઉંમરમાં લીધા છેલ્લા શ્વાસ
CID ફેમ દિનેશ ફડનીસ (ફ્રેડી)નું નિધન થઈ ગયું છે. 57 વર્ષની ઉંમરમાં દિનેશે અંતિમ શ્વાસ લીધા. રવિવારે જ દિનેશને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે, હાર્ટએટેક આવવાથી તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે, પરંતુ પછી એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશને લીવર ડેમેજની પરેશાની હતી. ફેન્સ તે જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઇની પણ પ્રાર્થના કામ ન આવી અને દિનેશ બધાને છોડીને જતો રહ્યો.
એક્ટરના અંતિમ સંસ્કાર મુંબઇમાં જ થશે અને CIDની સંપૂર્ણ કાસ્ટ તેને શ્રદ્ધાંજલિ આપવા જશે. CID એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે, રાત્રે 12:00 વાગ્યાની આસપાસ દિનેશનું મોત થઈ ગયું. હું તેના ઘરે જ છું. CIDની આખી ટીમ અહી ઉપસ્થિત છે. ઉલ્લેખનીય છે કે દિનેશ ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સ (ફ્રેડી)ની ભૂમિકા ભજવતો હતો. ફેન્સને આ સમાચારથી સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર બધા તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ અગાઉ દયાનંદે જણાવ્યું હતું કે દિનેશને હાર્ટએટેક આવ્યો નથી, પરંતુ લીવર ડેમેજ થવાના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. તેની હાલત ખૂબ નાજૂક હતી. દિનેશની કોઈક વસ્તુને લઈને ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને એ દવાઓથી તેની લીવર પર અસર પડી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp