નવા સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરવાના ચક્કરમાં કેજરીવાલ-ખડગે બરાબર ભેરવાયા! રાષ્ટ્રપતિ મૂર્મુની

નવા સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરવાના ચક્કરમાં કેજરીવાલ-ખડગે બરાબર ભેરવાયા! રાષ્ટ્રપતિ મૂર્મુની જાતિ અંગે ટિપ્પણી સામે ફરિયાદ દાખલ!

05/27/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

નવા સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરવાના ચક્કરમાં કેજરીવાલ-ખડગે બરાબર ભેરવાયા! રાષ્ટ્રપતિ મૂર્મુની

new parliament house news : આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદઘાટન થવાનું છે, એવા નવા સંસદ ભવન મામલે રાજકીય પક્ષો વચ્ચે સામસામા આક્ષેપો થઇ રહ્યા છે. વિપક્ષોનું કહેવું છે કે સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ. બીજી તરફ સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાવવા માંગે છે. આ મામલે બયાનબાજીના ચક્કરમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાયદાકીય ચુંગાલમાં ભેરવાઈ પડે એવી વકી છે. કેમકે આ બંને વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવા વિવાદમાં ફસાયા છે. આ બંને સિવાય કેટલાક અન્ય નેતાઓ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિનો ઉલ્લેખ કરીને ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ છે. આ નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહની વાત કરતી વખતે તેઓએ આ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં.

આ નેતાઓ પર રાજકીય લાભ માટે આવા નિવેદનો કરીને બે સમુદાયો/જૂથો વિરુદ્ધ દુશ્મનાવટ અને ભારત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પેદા કરવાનો આરોપ છે. આ મામલે આઈપીસીની કલમ 121, 153A, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.


જોવાની વાત તો એ છે કે...

જોવાની વાત તો એ છે કે...

અમ તો રાજકારણમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આ પ્રકારના આટાપાટા ખેલાયા જ કરતા હોય છે. પરંતુ આ મામલે જોવાનું એ છે કે જ્યારે ભારતીય જનતા પક્ષે રાષ્ટ્રપતિપદ માટે આદિવાસી સમાજમાંથી આવતા સુશ્રી દ્રૌપદી મુર્મુનું નામ જાહેર કર્યું, ત્યારે આ જ વિપક્ષોએ એમનો વિરોધ કર્યો હતો! એટલું જ નહિ પણ પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મુર્મુ સામે ચૂંટણી લડવા માટે ઉતાર્યા હતા. વાતે વાતે દલિતો અને લઘુમતીઓના ઉદ્ધારની વાતો કરતી કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ભૂતકાળમાં એ.પી.જે. અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિક અને છેલ્લી ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવા સામે વિરોધ કર્યો હતો!

બીજી મહત્વની બાબત એ છે કે સોનિયા ગાંધી દેશના કોઈ બંધારણીય પદ પર આરૂઢ નહોતા, તેમ છતાં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મળીને તેઓ 2011માં મણિપુરના વિધાનસભા ભવનનું ઉદઘાટન કરી ચૂક્યા છે! એજ પ્રમાણે તેમણે તામિલનાડુ વિધાનસભા ભવન કોમ્પ્લેક્સનું પણ ઉદઘાટન કર્યું છે. પરંતુ દેશના નવા હાઈ-ટેક સંસદ ભવનનું ઉદઘાટન જો મોદીના હાથે થાય, તો નરેન્દ્ર મોદીની છબિ વધુ ચમકે, અને વિપક્ષને વાંધો અહીં જ છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top