ભારતે UNમાં પાકિસ્તાનને એવી રીતે લીધું આડે હાથ કે વીડિયો જોઈને તમારા દિલને સૂકુન મળી જશે
‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે’ આ કહેવત તો તમે સાંભળી જ હશે? પાકિસ્તાનનું વલણ પણ કંઈક આવું જ છે. જમ્મુ-કશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થઈ ગયા હતા. પરંતુ પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ બોલવાની જગ્યાએ તેને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ત્યાના નેતાઓ ભાન ભૂલીને ભારત વિરુદ્વ ગમે તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન અને તેની આતંકવાદને સપોર્ટ કરવાની નીતિઓ ફરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એક વખત પાકિસ્તાનની પોલપટ્ટી ખોલી દીધી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે, ‘પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આતંકવાદનું સમર્થન કરવા અને તેને ફન્ડિંગ કરવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ જોયું કે, કઈ રીતે આસિફે આતંકવાદી સંગઠનોનું સમર્થન કરવા, તેમને તાલીમ આપવા અને ફન્ડિંગ આપવાની વાત સ્વીકારી છે. ખ્વાજા આસિફના આ કબૂલનામાં પર કોઈને આશ્ચર્ય થયું નથી કેમ કે પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનારું અને ક્ષેત્રને અસ્થિર કરનારું એક દુષ્ટ રાષ્ટ્ર છે. દુનિયા હવે આ જોખમથી વધારે સમય સુધી આંખો નહીં ફેરવી શકે.
#WATCH | Ambassador Yojna Patel, India's Deputy Permanent Representative at the UN says, "The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for… pic.twitter.com/ltwQxJN2iP — ANI (@ANI) April 29, 2025
#WATCH | Ambassador Yojna Patel, India's Deputy Permanent Representative at the UN says, "The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for… pic.twitter.com/ltwQxJN2iP
પટેલે કહ્યું કે, વર્ષ 2008ના મુંબઈ હુમલા બાદ પહેલગામ આતંકી હુમલામાં સૌથી વધુ લોકોના મોત થયા છે. ભારત દાયકાઓથી સીમાપાર આતંકવાદનું પીડિત હોવાને કારણે પીડિતો પર આ પ્રકરના હુમલાઓની અસરને સારી રીતે સમજે છે. પહેલગામ હુમલા બાદ દુનિયાભરના દેશો અને તેમના નેતાઓ તરફથી મળેલા સમર્થનની ભારત ખરા દિલથી પ્રશંસા કરે છે. આ આતંકવાદ પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયની ઝીરો ટોલરેન્સની નીતિના પુરાવા છે. અમે કોઈ પણ પ્રકારના આતંકવાદીની નિંદા કરીએ છીએ. યોજના પટેલે કાઉન્ટર ટેરેરિઝ્મ પર સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધિત કરતા પ્રોપગેન્ડા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય ફોરમનો દુરુપયોગ કરવા અને ભારત વિરુદ્ધ નિરાધાર આરોપો લગાવવા માટે પાકિસ્તાનની નિંદા કરી.
પાકિસ્તાનનાં રક્ષા મંત્રીએ તાજેતરમાં જ સ્કઈ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં એવી કબૂલાત કરી હતી કે પાકિસ્તાનનો આતંકવાદને સપોર્ટ કરવા અને ટેરર ફન્ડિંગ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. અમે લોકો અમેરિકા માટે 30 વર્ષથી આ ગંદુ કામ કરતા આવી રહ્યા છીએ. ભારત સાથે ઓલ આઉટ વૉરની વાત કરનારા ખ્વાજા આસિફે કહ્યું હતું કે, પાકિસતાનમાં લશ્કર-એ-તૈયાબ ખતમ થઈ ચૂક્યું છે. ખ્વાજા આસિફે એ પણ સ્વીકાર્યું કે ભૂતકાળમાં પાકિસ્તાનની લશ્કર સાથેની લિન્ક મળી છે. જો કે, તેમણે કહ્યું હતું કે હવે આ આતંકી સંગઠન ખતમ થઈ ચૂક્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp