કોંગ્રેસને આઈટી વિભાગના આ નિવેદનથી મળી સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત, ચુંટણીમાં કોઈ મુશ્કેલી નહીં પડેનો દાવો, જાણો વિગતે
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈનકમ ટેક્સ રિકવરીના કેસમાં મોટી રાહત મળી છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગે કોંગ્રેસને 1700 કરોડની વસૂલાત માટે નોટિસ આપી હતી. જેને લઈને ચિંતિત પાર્ટી લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી હતી. જેને લઈને તે સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. તેથી આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ માટે આ રાહત અપાઈ છે. આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું હતું કે, તે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં. આ કેસ જૂન સુધી સ્થગિત કરવામાં આવે અને ચૂંટણી પછી જ સુનાવણી હાથ ધરવામાં આવે.
સૉલિસીટર જનરલે કહ્યું કે, 'કોંગ્રેસ દ્વારા અરજીમાં મર્યાદિત માંગ કરાઈ છે, પરંતુ અમે તેને આગળ વધારતા કહી રહ્યા છીએ કે હાલ 1700 કરોડ રૂપિયાની અથવા કોઈ બીજી રકમની વસૂલી માટે કોઈ પગલા નહીં ભરીએ.' તેના પર કોંગ્રેસ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 'હું નિઃશબ્દ થઈ જાઉ છું અને એવું કોઈકવાર જ બને છે. મારે કહેવું પડી રહ્યું છે કે તેનું વલણ ખુબ ઉદાર છે.'
કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 24 જુલાઈએ કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં કોંગ્રેસે હાઈકોર્ટના 2016ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આવકવેરા વિભાગ તેમને નોટિસ જાહેર કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગનો ઉપયોગ કરીને પાર્ટીને અસ્થિર કરવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, હજુ ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે, ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે.
Supreme Court takes on record submissions of Solicitor General Tushar Mehta, representing Income Tax department, that no coercive steps will be taken against Congress party, in view of Lok Sabha elections. https://t.co/h7SyzSLxHw — ANI (@ANI) April 1, 2024
Supreme Court takes on record submissions of Solicitor General Tushar Mehta, representing Income Tax department, that no coercive steps will be taken against Congress party, in view of Lok Sabha elections. https://t.co/h7SyzSLxHw
રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp