કોંગ્રેસ નેતાએ કરી રાહુલ ગાંધી માટે 'નોબલ શાંતિ પુરસ્કાર'ની માંગ, દેશના બંધારણને બચાવવા..., જાણ

કોંગ્રેસ નેતાએ કરી રાહુલ ગાંધી માટે 'નોબલ શાંતિ પુરસ્કાર'ની માંગ, દેશના બંધારણને બચાવવા..., જાણો શું કહ્યું?

10/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ નેતાએ કરી રાહુલ ગાંધી માટે 'નોબલ શાંતિ પુરસ્કાર'ની માંગ, દેશના બંધારણને બચાવવા..., જાણ

કોંગ્રેસના નેતાએ ફરી એકવાર બફાટ કર્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોની સરખામણી કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કરી નાખી છે. નોબેલ સમિતિએ મચાડોને 'તાનાશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ બદલાવ' અને 'લોકતાંત્રિક અધિકારોના પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા' માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે ચૂંટણીમાં થયેલી ધાંધલીના આરોપો બાદ મચાડોએ છૂપાઈને રહેવું પડ્યું પરંતુ આમ છતાં વેનેઝુએલાના વિપક્ષને એકજૂથ રાખવામાં સફળ રહ્યા.


શું કહ્યું?

શું કહ્યું?

સુરેન્દ્ર રાજપૂતે એક્સ હેન્ડલ પર મચાડો અને રાહુલની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું છે કે,' આ વર્ષે નોબેલ શાંતિનો પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતાને બંધારણનું રક્ષણ કરવા માટે મળ્યું છે. ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્ત્વ કરી રહ્યા છે'.



કોંગ્રેસનું કહેવુ છે કે, ભારતમાં રાહુલ ગાંધી હાલની એનડીએ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા છે. તેઓએ 'વોટ ચોરી', બિહારમાં યાદીમાંથી મતદારોનાં નામ હટાવા, ઇવીએમ હેકિંગ, પછાત વર્ગો માટે અનામત સમાપ્ત કરવાનું કાવતરું જેવા મુદ્દા ઉઠાવી બંધારણ બચાવવા સરકાર સામે લડી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન બન્યા બાદ આખો વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ એકજૂથ છે. અને રાહુલ ગાંધી પણ અનેક વાર ભારતમાં લોકશાહી અને લોકશાહી સંસ્થાઓ જોખમમાં છે એવું કહી ચૂક્યા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top