સ્વામીનારાયણના સાધુઓ હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદિત નિવેદનો આપવાનું ક્યારે બંધ કરશે? સુરતના નીલકંઠ ચરણ સ્વામી બોલ્યા- 'દ્વારકાપતિએ..'
સ્વામીનારાયણ સંપ્રદાય છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેવા લાગ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અવિરતપણે અને બેફામ હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદિત નિવેદ આપી રહ્યા છે. પહેલા વીરપુરના જલાબાપા પર વિવાદિત નિવેદન અપાયું અને ત્યારબાદ સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકામાં ભગવાન રહ્યા નથી એવા લેખથી વિવાદ સર્જાયો હતો અને હવે સુરતના વેડરોડ ગુરુકુળના નિલકંઠ ચરણ સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેથી સનાતાનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાસ્તવમાં સુરતના સ્વામીનારાયણના સાધુ નીલકંઠ ચરણ સ્વામીના વિવાદિત નિવેદનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, 'અમે દ્વારકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં મારે નિવાસ કરવો છે. આ વાતને વર્ષો વીતી ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોયું તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામી સમક્ષ પ્રકટ થઇ ગયા. ચિંતા ન કરો એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. ત્યારબાદ દ્વારકાધિશ સ્વામી સાથે વડતાલ આવવા નીકળી પડ્યા.'
આ મામલે વેડરોડ સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળનું નિવેદન પણ સામે આવ્યું છે. સંસ્થાએ કહ્યું કે, આ આખા વિવાદમાં કોઈ વ્યક્તિગત નિવેદન આપવામાં આવ્યું નથી. મૂળ કથા જુદી છે. જે વીડિયો વાયરલ થયો છે તેને ટેક્નોલોજીના માધ્યમથી જૂદી રીતે રજૂ કરાયો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ દ્વારકાધીશના ભાવિક ભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે. ગુરુકુળના નિવેદન મુજબ જો વીડિયો ટેક્નોલોજીના માધ્યમથી જૂદી રીતે રજૂ કરાયો હોય તો તેમણે ઓરિજિનલ વીડિયો લોકો સમક્ષ મુકવો જોઈએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. જો આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો હોય તો વીડિયો વાયરલ કરનાર જે તે જવાબદાર વ્યક્તિ સામે ગુરુકુળે કાયદાકીય પગલા ભરવા જોઈએ. આ બધા વચ્ચે એજ સમજાતું નથી કે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને સાધુઓને હિન્દુ દેવી-દેવતાઓ પર આવું જબરદસ્ત બ્રહ્મજ્ઞાન ક્યાંથી અને કઈ જગ્યાથી પ્રાપ્ત થઇ રહ્યું છે અને તેઓ હિન્દુ-દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન આપવાનું ક્યારે બંધ કરશે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp