કોરોના પોઝિટીવ પુત્રને માતાએ કારની ડિક્કીમાં બંધ કરી દીધો, કારણ ચોંકાવનારું

કોરોના પોઝિટીવ પુત્રને માતાએ કારની ડિક્કીમાં બંધ કરી દીધો, કારણ ચોંકાવનારું

01/10/2022 World

SidhiKhabar

SidhiKhabar

કોરોના પોઝિટીવ પુત્રને માતાએ કારની ડિક્કીમાં બંધ કરી દીધો, કારણ ચોંકાવનારું

વર્લ્ડ ડેસ્ક: કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોને દુનિયાના મોટાભાગના દેશોમાં તબાહી મચાવી મૂકી છે અને ફરીથી રેકોર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. રસીકરણ સારા પ્રમાણમાં થયું હોવાના કારણે લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા નથી, અને મૃત્યુનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે. જોકે, તેમ છતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાથી બચવા માટે લોકો પોતપોતાની રીતે સુરક્ષાનાં પગલાં લઇ રહ્યા છે. પરંતુ અમુક હદ પાર કરી જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમેરિકાના ટેક્સાસમાં બન્યો છે. જ્યાં કોરોનાનાં ડરે એક મહિલા શિક્ષકે તેના કોવિડ પોઝીટીવ પુત્રને કારની ડિક્કીમાં બંધ કરી દીધો હતો. કેસ ધ્યાનમાં આવતા જ પોલીસે મહિલા શિક્ષકને કસ્ટડીમાં લઇ લીધી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 41 વર્ષીય મહિલા સારાહ બીમ (Sarah Beam) 3 જાન્યુઆરીએ હેરિસ કાઉન્ટીમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ સાઇટ પર ગઈ હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે તેને કારની ડીક્કીમાંથી અવાજો સંભળાયા હતા. ટેસ્ટિંગ સાઈટ ઉપર એક અધિકારીએ તેને કહ્યું હતું કે જ્યાં સુધી તે તેના પુત્રને કારની પાછળની સીટ ઉપર નહીં બેસાડે ત્યાં સુધી ટેસ્ટ થઇ શકશે નહીં. જે બાદ તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ મહિલાએ તેના પુત્રને ડીક્કીમાંથી બહાર કાઢી લીધો હતો.

આ મહિલાનો 13 વર્ષીય પુત્ર કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો અને તે પોતે પણ સંક્રમિત ન થઇ જાય તેથી તેણે તેને ડીક્કીમાં બંધ કરી દીધો હતો. તેણે જણાવ્યું હતું કે ખાતરી કરવા માટે તે તેને બીજી ટેસ્ટિંગ સાઈટ પર લઇ જઈ રહી હતી.

મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જોકે, હાલ તે રજા ઉપર છે. પોલીસને આ મામલો ધ્યાનમાં આવતા જ તેની ધરપકડ કરી લીધી હતી.

હેરિસ કાઉન્ટીમાં (Harris County) છેલ્લા સાત દિવસમાં 100,000 COVID-19 કેસ નોંધાયા છે. ટેક્સાસમાં છેલ્લા બે અઠવાડિયામાં કેસોમાં લગભગ 400 ટકાનો વધારો થયો છે. હેરિસ કાઉન્ટીના 57 ટકા નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂક્યા છે. જોકે, મહિલા અને તેના પુત્રે રસી લીધી છે કે નહીં તે અંગે હજુ કોઈ જાણકારી મળી શકી નથી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top