Amazon પરથી મંગાવ્યો સામાન, પેકેટ ખોલ્યું તો નીકળ્યો જીવતો કોબરા, જુઓ વીડિયો

Amazon પરથી મંગાવ્યો સામાન, પેકેટ ખોલ્યું તો નીકળ્યો જીવતો કોબરા, જુઓ વીડિયો

06/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

Amazon પરથી મંગાવ્યો સામાન, પેકેટ ખોલ્યું તો નીકળ્યો જીવતો કોબરા, જુઓ વીડિયો

તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે તમારા દ્વારા ઓનલાઇન ઓર્ડર કરાયેલા સામાનનું બોક્સ ખોલવા પર તેમાંથી જીવતો સાંપ નીકળે. બેંગ્લોરના એક કપલે એવો જ આરોપ લગાવ્યો છે. તેમણે Amazonની વેબસાઇટ પરથી પોતાના માટે કેટલોક સામાન મંગાવ્યો હતો. તેની સફળતાપૂર્વક ડિલિવરી પણ કરવામાં આવી, પરંતુ પેકેટ ખોલવા પર તેમાંથી જીવતો કોબરા નીકળ્યો. પેકેટમાં સાંપ જોઈને તેમની હાલત ખરાબ થઈ ગઈ. આ કપલ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે Xbox કન્ટ્રોલર ઓર્ડર કર્યું હતું.


Amazonએ આપ્યો જવાબ

Amazonએ આપ્યો જવાબ

તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર Amazonને ટેગ કરતાં એક પોસ્ટ કરી ચે. વીડિયોમાં સાંપને પેકેટમાંથી નીકળતા જોઈ શકાય છે. કપાલનું કહેવું છે કે, સૌભાગ્યથી સાંપ પેકેજિંગ ટેપથી ચોંટી ગયો. આ જ કારણ છે કે તેણે કોઈ નુકસાન ન પહોંચાડ્યું.  કપાલની ફરિયાદ પર Amazonએ માફી માગી છે અને આગળની તપાસ માટે ઓર્ડરનું વિવરણ માંગ્યું છે. તેણે લખ્યું કે, ‘Amazon ઓર્ડર સાથે તમને થયેલી અસુવિધા બાબતે જાણીને અમને દુઃખ છે. અમે તેની તપાસ કરવા માગીશું. કૃપયા આવશ્યક વિવરણ શેર કરો અને અમારી ટીમ જલદી જ તમને અપડેટ સાથે જવાબ આપશે.


સુરક્ષામાં એટલી ગંભીર ચૂક માટે જવાબદાર કોણ?

સુરક્ષામાં એટલી ગંભીર ચૂક માટે જવાબદાર કોણ?

ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ, કપાળે કહ્યું કે, અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને અમે આઆખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી છે. આ ઘટના અભૂતપૂર્વ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સંપે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. જ્યારે તેમણે ફરિયાદ Amazonના ગ્રાહક સહાયતા કેન્દ્ર પર કરી તો ત્માનો કોલ 2 કલાક કરતાં વધુ સમય સુધી હોલ્ડ પર રાખી દેવામાં આવ્યો. અમને સંપૂર્ણ રિફંડ મળી ગયું, પરંતુ એક ખૂબ જ ઝેરી સાંપ સાથે પોતાનો જીવ જોખમમાં નાખવા માટે અમને શું મળ્યું? એ સ્પષ્ટ રૂપે Amazonની બેદરકારી છે. સુરક્ષામાં એટલી ગંભીર ચૂક માટે જવાબદાર કોણ?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top