એક એવી ખુરશી જેના પર બેસી ને માણસ નું મોત થઇ જાય છે! જાણો રહસ્ય

એક એવી ખુરશી જેના પર બેસી ને માણસ નું મોત થઇ જાય છે! જાણો રહસ્ય

07/14/2023 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

એક એવી ખુરશી જેના પર બેસી ને માણસ નું મોત થઇ જાય છે! જાણો રહસ્ય

આપણી દુનિયામાં આજે પણ એવી રહસ્યમય ચીજો રહેલી છે જેના વિશે સાંભળીને માણસ થર થર કાંપવા લાગે છે. તમે મોટાભાગી હોલીવુડ કે બોલીવુડની હોરર ફિલ્મોમાં શાપિત ચીજો વિશે જોયું હશે. એવી ચીજો જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અમે તમને આજે આવી જ એક શાપિત ખુરશી વિશે જણાવીશું. આ ખુરશી વિશે એવા દાવો કરવામાં આવ્યો છે કે જે પણ તેના પર બેસે તેનું મોત થઈ જાય છે. આ ખુરશી તે સમયે ઈંગ્લેન્ડ કે ફિલેડેલ્ફિયાના એક મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશી સાથે જોડાયેલા એવા ખૌફનાક કિસ્સાઓ છે જેના વિશે તમે સાંભળશો તો વિશ્વાસ નહીં થાય.


એવી ચર્ચા છે કે દુનિયામાં એક એવી રહસ્યમય  ખુરશી છે જે શાપિત છે. જે પણ વ્યક્તિ આજ સુધીમાં આ ખુરશી પર બેઠો તે માર્યો ગયો. આખરે તેની પાછળનું શું કારણ છે તે ખાસ જાણો. એક સમયમાં આ રહસ્યમય ખુરશી થોમસ બસ્બી નામના એક વ્યક્તિની હતી. તેને આ ખુરશી ખુબ ગમતી હતી. એકવાર તેના સસરા આ ખુરશી પર બેસી ગયા. આ વાત થોમસને જરાય સહન થઈ નહીં અને તેણે ગુસ્સામાં તેનું ખૂન કરી નાખ્યું. આ હત્યાના કારણે થોમસે જેલમાં જવું પડ્યું અને તેને ફાંસીની સજા થઈ. એવું કેહવાય છે કે થોમસે મરતા પહેલા એવો શ્રાપ આપ્યો હતો કે જે પણ તેની આ ખુરશી પર બેસશે તેનું મોત થઈ જશે. જો કે થોમસની આ વાત પર કોઈને પણ વિશ્વાસ ન આવ્યો.

ત્યારબાદ થોમસની આ  ખુરશી પર અનેક લોકોએ બેસવા ઈચ્છ્યુ ત્યારબાદ તે જ પણ બેઠું તેનું ગણતરીના દિવસોમાં મોત થઈ ગયું. ત્યારબાદ પણ 4 લોકો જે આ ખુરશી પર બેઠા તેમના મોત થઈ ગયા હતા. પછી લોકોને એ વાતનો અહેસાસ થયો કે આ ખુરશી ખરેખર શાપિત છે.


દ્વિતિય વિશ્વ યુદ્ધનો કિસ્સો

દ્વિતિય વિશ્વ યુદ્ધનો કિસ્સો

તમને જાણીને નવાઈ લાગશે કે દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન આ ખુરશી પર જે પણ સૈનિક બેઠા તેઓ યુદ્ધમાં માર્યા ગયા. એવું પણ કહેવાય છે કે આજે પણ થોમસ બસ્બીનો આત્મા આ ખુરશીમાં છે. જે લોકોને મારે છે. આ કારણે આ ભૂતિયા શ્રાપિત ખુરશીને લોકોની પહોંચથી દૂર કરવામાં આવી છે અને આજે મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશીને ડેથ ચેરના નામથી પણ ઓળખવામાં  આવે છે. આ ખુરશીનો ડર લોકોની અંદર એ હદે સમાયેલો છે કે જે પણ મ્યુઝિયમમાં આ ખુરશીને જોવા જાય છે તે દરેક ડરે છે. આ  ખુરશીને જમીનથી અનેક ફૂટ ઉપર લટકાવેલી છે. જેનાથી કોઈ પણ તેના પર બેસવાની ભૂલ કરી શકે નહીં.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે  Sidhikhabar તેની પુષ્ટિ કરતું નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top