અજીત પવારે ઇશારામાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આજે ઇશારાઓ ઇશારાઓમાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કેટલાક લોકો ખાસ સમુદાયને નિશાનો બનાવીને આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. NCP એવી ભાષાનો સખત વિરોધ કરે છે. અજીત પવાર દેખીતી રીતે ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તેઓ તાજેતરમાં એક વીડિયોમાં એક સભામાં એમ કહેતા જોવામાં મળ્યા હતા કે લોકોએ માત્ર હિન્દુઓ સાથે જ વ્યપારિક વ્યવહાર કરવો જોઇએ.
પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર કંકવલીના ધારાસભ્ય નિતેશ રાણે આ અગાઉ નાસિક સ્થિત આધ્યાત્મિક નેતા રામગીરી મહારાજની વાંધાજનક ટિપ્પણી સામે સમુદાયના વિરોધ પ્રદર્શનને લઇને મુસ્લિમોને ધમકાવવાને લઇને વિવાદમાં આવ્યા હતા. ગુરુવારે અહીં ચાકનમાં એક સભાને સંબોધતા પવારે કહ્યું કે, આજે એક રાજકીય પાર્ટીના કેટલાક લોકો ચોક્કસ સમુદાય અને ધર્મને નિશાનો બનાવીને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. અમે આવી ભાષાનું સમર્થન કરતા નથી અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. આવી આપત્તિજનક ભાષા સમાજમાં તિરાડ ઉત્પન્ન કરે છે.
સાથે જ અજીત પવારે લોકોને વોટ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું, તમે આજ સુધી કેટલાક લોકોને પ્રેમ અને સમર્થન આપ્યું છે. હવે થોડા દિવસ માટે એજ પ્રેમ અને સમર્થન આપો. અમે કંઇ પણ ખોટું નહીં કરીએ. પવારે કહ્યું કે છેલ્લા 34 વર્ષથી જાહેર જીવનમાં હોવા છતાં તેમને અત્યાક સુધી સર્વશ્રેષ્ઠ ભાષણ કે સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp