‘ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે..’, ચૂંટણી અગાઉ દેવેન્દ્ર ફડણવીસના આ દાવાથી સનસનાટી
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024 માટે નોમિનેશન માટે 2 દિવસ બાકી છે. પરંતુ હજુ પણ ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે તમામ ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. આ દરમિયાન, દેવેન્દ્ર ફડણવીસના દાવાઓએ સ્થાનિક ભાજપના નેતાઓથી લઇને હાઇકમાન્ડ સુધીના દરેકને મુશ્કેલીમાં મૂકી દીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપ મહારાષ્ટ્રમાં એકલી જ ચૂંટણી લડી શકે નહીં, તેના માટે આપણે જમીની વાસ્તવિકતા સમજવી જરૂરી છે. મહાયુતિ ગઠબંધન ભાગીદારો સાથે કામ કરીને જીત હાંસલ કરી શકે છે.
એક ખાનગી ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપ, એકનાથ શિંદે અને અજીત પવાર જૂથની એકતા જ જીતનું એકમાત્ર સાધન છે. ત્રણેય પક્ષોના વોટ ભેગા કરીને જ મહાયુતિ જીત થશે. ભાજપ એકલા હાથે ચૂંટણી નહીં જીતી શકે. એ છતા ભાજપને સૌથી વધુ સીટો અને વોટ શેર મળશે.
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી કેટલાક નેતાઓ નારાજ છે. તેઓ ચૂંટણીમાં બળવો પણ કરી શકે છે. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કેટલાક મહત્ત્વકાંક્ષી ટિકિટ દાવેદારો માટે દુઃખ છે જેમને આ વખતે ચૂંટણી લડવાની તક મળી નથી. ભાજપે અત્યાર સુધી 121 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને રામદાસ આઠવલેની મદદથી ભાજપ સરકાર બનાવશે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિએ 48માંથી 17 બેઠકો જીતી તો તે એક પ્રકારનો વોટ જેહાદ હતો. વોટ જેહાદની અસર વિધાનસભા ચૂંટણીમાં જોવા નહીં મળે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp