આ શું દુકાનદારે માત્ર 300 રૂપિયાના ઘરેણાં 6 કરોડ રૂપિયામાં વેચ્યા..? જાણો સમગ્ર મામલો

આ શું દુકાનદારે માત્ર 300 રૂપિયાના ઘરેણાં 6 કરોડ રૂપિયામાં વેચ્યા..? જાણો સમગ્ર મામલો

06/12/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

આ શું દુકાનદારે માત્ર 300 રૂપિયાના ઘરેણાં 6 કરોડ રૂપિયામાં વેચ્યા..? જાણો સમગ્ર મામલો

અમેરિકાથી ભારત આવેલી એક મહિલા સાથે પણ કંઈક આવું જ બન્યું. જયપુરમાં તેમની સાથે 6 કરોડ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો. જયપુરના એક વેપારીએ 300 રૂપિયાની નકલી જ્વેલરીને 6 કરોડ રૂપિયામાં મહિલાને વેચી દીધી. આટલું જ નહીં તેની સાથે સર્ટિફિકેટ પણ આપ્યું.મહિલાને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેણે તેની ફરિયાદ કરી. પોલીસ સતત આ મામલામાં તપાસ કરી રહી છે પરંતુ ફ્રોડ કરનાર વેપારીની હજુ સુધી પોલીસને જાણકારી નથી મળી.


USમાં વેપારી છે મહિલા

USમાં વેપારી છે મહિલા

મીડિયા રિપોર્ટ્સ પાસેથી મળેલી જાણકારી અનુસાર અમેરિકી મહિલા જયપુરથી જ્વેલરી ખરીદતી હતી અને અમેરિકામાં તેનો વેપાર કરતી હતી. વર્ષ 2022માં વિદેશી મહિલાની મુલાકાત ઈન્સ્ટાગ્રા દ્વારા ગૌરવ સોની સાથે થઈ. જેના બાદથી મહિલાએ ગૌરવ પાસેથી બે વર્ષમાં 6 કરોડની જ્વેલરી ખરીદી.પરંતુ તેના બાદ એપ્રિલમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે તેણે જે જ્વેલરી આપવામાં આવી છે તે નકલી છે. તેના બાદ તે જયપુર પરત આવીને ગૌરવને મળી પરંતુ તેણે મહિલાને ધમકી આપીને ભગાવી દીધી. આટલું જ નહીં ગૌરવે અમેરિકી મહિલાના ઉપર ખોટી ફરિયાદ પણ કરી દીધી.


મહિલાએ US એમ્બેસીમાં કરી ફરિયાદ

મહિલાએ US એમ્બેસીમાં કરી ફરિયાદ

આ બધુ થયા બાદ વિદેશી મહિલાએ US એમ્બેસીમાં તેને લઈને ફરિયાદ કરી જેના બાદ જયપુરના વેપારીના સામે એફઆઈઆર નોંધવામાં આવી. પોલીસ આ મામલાને લઈને સતત તપાસ કરી રહી છે અને નકલી સર્ટીફિકેટ જાહેર કરનાર નંદકિશોરની ધરપકડ કરી લીધી છે.તેની સાથે જ ગૌરવ સોનીના સામે લુક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે અને બાપ, દિકરાને પકડવા માટે પોલીસ સતત છાપેમારી કરી રહી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ હાલમાં જ એક 3 કરોડ રૂપિયોન ફ્લેટ પણ ખરીદ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top