સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં જિલ્લા અદાલતમાં સુનાવણી પર રોક, અલ્હાબાદ હાઇકોર્ટે આપી નવી તારીખ

સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં જિલ્લા અદાલતમાં સુનાવણી પર રોક, અલ્હાબાદ હાઇકોર્ટે આપી નવી તારીખ

01/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં જિલ્લા અદાલતમાં સુનાવણી પર રોક, અલ્હાબાદ હાઇકોર્ટે આપી નવી તારીખ

Shahi Jama Masjid: અલ્લાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સ્થિત સંભલના મંદિર-મસ્જિદ વિવાદની સુનાવણી પર રોક લગાવી દીધી છે. સંભલની જિલ્લા અદાલતમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે, આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનામાં જવાબ દાખલ કરવાનો રહેશે. સંભલની શાહી જામા મસ્જિદની ઇંતજામિયા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા અલ્લાહાબાદ હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.

અલ્લાહાબાદ હાઇકોર્ટે તમામ પક્ષકારોને જવાબ આપવા માટે કહ્યું છે. પક્ષકારોએ 4 અઠવાડિયામાં જવાબો ફાઇલ કરવાના રહેશે. પક્ષકારોના જવાબ પર, મસ્જિદ સમિતિએ 2 અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવો પડશે. અલ્લાહાબાદ હાઇકોર્ટે જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર સ્ટે મૂક્યા બાદ મુસ્લિમ પક્ષને તાત્કાલિક રાહત મળી છે. હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી બુધવાર, 8મી જાન્યુઆરીએ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચમાં થઇ હતી.


ઇંતજામિયા સમિતિએ અરજી કરી હતી

ઇંતજામિયા સમિતિએ અરજી કરી હતી

આ અરજી શાહી જામા મસ્જિદની ઇંતજામિયા સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટ આ કેસની સુનાવણી 25મી ફેબ્રુઆરીએ નવા કેસ તરીકે કરશે. હરિશંકર જૈન અને અન્ય લોકો વતી સંભલની જિલ્લા અદાલતમાં 19 નવેમ્બરે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દ્વારા, શાહી જામા મસ્જિદની જગ્યાએ ભૂતકાળમાં મંદિર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન જિલ્લા અદાલતે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. સર્વેના બીજા દિવસે 24 નવેમ્બરે થયેલી હિંસા દરમિયાન 4 લોકો માર્યા ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top