શું તમે જાણો છો કે હથેળી અને પગના તળિયે વાળ કેમ નથી ઉગતા? 99% લોકોને નહીં ખબર હોય! જાણો વિગતે.
માનવ શરીરના લગભગ દરેક ભાગમાં વાળ હોય છે. જેને દુર કરવાની મથામણમાં લોકો જાતજાતના ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ માણસની હથેળી અને પગના તળિયામાં વાળ હોતા જ નથી. ત્યારે આ સવાલ ઘણા લોકોના મનમાં આવ્યો હશે કે, આખરે આ ભાગમાં વાળ ઉગતા કેમ નથી? તેની પાછળ એવું તે કયું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે?
આમ તો આપણા દરેકના શરીરની સ્કિન અલગ-અલગ પ્રકારની હોય છે. જેમાં હળેથીની સ્કિનની રચના ખૂબ ખાસ હોય છે. તે ન માત્ર જાડી અને મજબૂત હોય છે, પરંતુ તેમાં કેટલીક એવા પોષકતત્વો રહેલા છે, જે વાળ ન ઉગાડી શકે. હેલ્થલાઇનના રિપોર્ટ પ્રમાણે હાથની હથેળી અને પગના તળિયાની સ્કીન શરીરના અન્ય ભાગથી ખૂબ અલગ હોય છે. તેને વૈજ્ઞાનિક ગ્લેબ્રસ કહેવાય છે. ત્યાં વાળ ઉગાડનાર નાના-નાના છિદ્રો એટલે કે હેર ફોલિકલ્સ (hair follicles) નથી હોતા. આ જાડી ચામડીમાં વાળ ઉગવાની જગ્યા હોતી નથી તેથી હથેળી અને પગના તળિયામાં વાળ ઉગતા નથી.
આપણી સામાન્ય ત્વચામાં વાળની સાથે તેલ બનાવનારી નાની-નાની ગ્રંથિયો રહેલી છે, જે વાળ અને ત્વચાને ચિકણી બનાવે છે, પરંતુ હથેળી અને તળિયામાં આ ગ્રંથિયો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, તેથી ત્યાં વાળ ઉગી શકતા નથી. ઉપરાંત આપણા શરીરમાં કેટલાક ખાસ જીન અને પ્રોટીન હોય છે જે નક્કી કરે છે કે, ક્યાં વાળ ઉગશે અને ક્યાં નહીં. હળેથી અને તળિયામાં એવા પ્રોટીન વધુ સ્ક્રીય રહે છે, જે વાળને વધતા રોકે છે. હથેળી અને તળિયા પર વાળ ન ઉગવાનું કારણ તેની ખાસ સ્કિન, તેલ ગ્રંથિયોની કમી, જીન અને વિકાસની જરૂરિયાત છે. વાળ ન હોવાથી આપણે પકડવા અને અનુભવ કરવામાં સરળતા રહે છે, જેથી આપણું કામ સરળ થાય છે.
આમ તો હથેળી પર વાળ ઉગતા નથી, પરંતુ કેટલીક અસામાન્ય મેડિકલ પરીસ્થિતિમાં અહીં વાળ ઉગી શકે છે. પણ આવું ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થાય છે. અને આ હોર્મોન્સ અસંતુલન, ત્વચાની ઈજા બાદ સ્કાર ટિશૂમાં ફેરફાર કે જન્મજાત સ્કિન રોગ જેવા જન્મજાત હાઇપરટ્રિકોસિસને કારણે બની શકે છે. અને આવા મામલામાં શરીરના તે ભાગમાં પણ વાળ ઉગી શકે છે, જ્યાં સામાન્ય રીતે વાળ હોતા નથી. જો કે આવું ખૂબ ઓછું જોવા મળે છે અને મોટા ભાગના લોકોના હાથની હથેળી અને પગના તળિયામાં વાળ ઉગતા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp