ફેઇલ્ડ માર્શલ અને ટ્રમ્પની મુલાકાતને લઈને લોકોએ લીધી બરાબરની મજા, સોશિયલ મીડિયા પર થયો મીમ્સનો

ફેઇલ્ડ માર્શલ અને ટ્રમ્પની મુલાકાતને લઈને લોકોએ લીધી બરાબરની મજા, સોશિયલ મીડિયા પર થયો મીમ્સનો વરસાદ

06/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

ફેઇલ્ડ માર્શલ અને ટ્રમ્પની મુલાકાતને લઈને લોકોએ લીધી બરાબરની મજા, સોશિયલ મીડિયા પર થયો મીમ્સનો

Donald Trump Asim Munir Lunch Memes: દુનિયામાં જે કંઈ પણ થાય છે, સોશિયલ મીડિયા પર તેની ચર્ચા જરૂર થાય છે. આજકાલ ચર્ચાઓ કરતા વધુ વિવિધ મુદ્દાઓ પર મીમ્સ શેર કરવામાં આવે છે. મીમ્સ બનાવનારાઓ પણ એટલા પ્રતિભાશાળી હોય છે કે તેમની સર્જનાત્મકતા જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ  ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની મુલાકાત થઈ. X એટલે કે ટ્વીટર પર મીમ્સનો ઘોડાપૂર આવી ગયો છે.


ટ્રમ્પ અને મુનીરની મુલાકાતને લઈને મીમ્સનો વરસાદ

ટ્રમ્પ અને મુનીરની મુલાકાતને લઈને મીમ્સનો વરસાદ

અમેરિકન રાષ્ટ્રપતિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે બંધ દરવાજા પાછળ થયેલી મુલાકાત એક ગંભીર કૂટનીતિક ઘટનાક્રમ હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટ પર આ મામલો મીમ્સ અને મજાકનો વિષય બની ગયો છે.

આ મુલાકાતના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે બોલિવુડ મસાલા ઉમેરીને મીમ્સનો વરસાદ કરી દીધો. ઈન્ટરનેટ યુઝર્સે આ મુલાકાતને ‘રિશ્તે’ અને ‘ઈશ્ક’ ફિલ્મોના ચર્ચિત સીન્સ સાથે જોડીને મીમ્સ બનાવ્યા.

જોકે, અમેરિકામાં ટ્રમ્પ સાથે લંચને લઇને, અસીમ મુનીરની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જનરલ અસીમ મુનીરને ભૂખ્યા અને લાચાર બતાવવામાં આવ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.


ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે બંધ બારણે બેઠક

ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે બંધ બારણે બેઠક

વ્હાઇટ હાઉસે મંગળવાર, 17 જૂને પુષ્ટિ કરી હતી કે બુધવારે ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠક બંધ બારણે થઈ હતી અને બેઠકની સત્તાવાર વિગતો મર્યાદિત રાખવામાં આવી હતી. નોંધનીય છે કે આ અગાઉ, 2001માં, જનરલ પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિને મળનારા છેલ્લા પાકિસ્તાની લશ્કરી વડા હતા.

તેઓ એ સમયે પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર અને રાજ્યના વડા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, પાકિસ્તાન દ્વારા ઈરાનને ટેકો આપવાની જોરદાર અટકળો ચાલી રહી હતી. વોશિંગ્ટન ડીસીમાં એક જાહેર સંબોધનમાં, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે પાકિસ્તાન ઈરાન સાથે સ્પષ્ટ અને મજબૂત સમર્થનમાં ઉભું છે, પરંતુ સાથે જ તેમણે અમેરિકાની મધ્યસ્થી અને તણાવ ઘટાડવાના પ્રયાસોને પણ સમર્થન આપ્યું.

ડોન અખબાર અનુસાર, આ બેઠક દરમિયાન સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમોમાંથી એક છે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી ભાગીદારીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને, ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન (IS-K) સામે સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે.

જ્યા એક તરફ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ રહી હતી, તો બીજી તરફ, પાકિસ્તાની પ્રવાસીઓ વોશિંગ્ટન ડીસીમાં એક હોટલની બહાર ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top