Israel-Iran Conflict: ઇઝરાયલે કરી દીધો મોટો હુમલો, ઇરાનના અરાક હેવી વોટર રિક્ટર પર વરસાવ્યા બોમ્બ
Israel strikes Iran’s Arak heavy water reactor: ઇઝરાયલે ઇરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે. ઇરાનની સરકારી ટેલિવિઝન ચેનલે ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. ચેનલે જણાવ્યું હતું કે હુમલા બાદ કોઈપણ પ્રકારના રેડિયેશનનો ભય નથી અને હુમલા અગાઉ જ કેન્દ્ર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઇઝરાયલે ગુરુવારે સવારે ચેતવણી આપી હતી કે તે રિએક્ટર પર હુમલો કરશે અને લોકોને વિસ્તાર છોડી દેવા કહ્યું હતું.
અરાકમાં સ્થિત ભારે વોટર રિએક્ટર તેહરાનથી 250 કિલોમીટર (155 માઇલ) દક્ષિણપશ્ચિમમાં છે. પરમાણુ રીએક્ટરને ઠંડુ કરવા માટે હેવી વોટર રિએક્ટરનો ઉપાયગ કરવામાં આવે છે, પરંતુ તે પ્લુટોનિયમ પણ ઉત્પન્ન કરે છે જેનો સંભવિત રીતે પરમાણુ હથિયારોમાં ઉપયોગ કરી શકાય છે.
સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ ઇઝરાયલને ઇરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલો ન કરવાનો આગ્રહ કર્યો છે. એવું કહેવાય છે કે એજન્સીના નિરીક્ષકોએ છેલ્લે 14 મેના રોજ અરાકની મુલાકાત લીધી હતી.
🇮🇷🇮🇱 Major destruction in Greater Tel Aviv due to Iranian missilesUNCONFIRMED reports of another waveIranian TV: Heavy water reactor in Arak attacked by Israel https://t.co/IsJPIb4FUk pic.twitter.com/cVSOJkIFHF — Ryan Rozbiani (@RyanRozbiani) June 19, 2025
🇮🇷🇮🇱 Major destruction in Greater Tel Aviv due to Iranian missilesUNCONFIRMED reports of another waveIranian TV: Heavy water reactor in Arak attacked by Israel https://t.co/IsJPIb4FUk pic.twitter.com/cVSOJkIFHF
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન, વોશિંગ્ટન સ્થિત જૂથ 'હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ'એ જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ઓછામાં ઓછા 639 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1,329 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. ગ્રુપે જણાવ્યું હતું કે મૃતકોમાં 263 નાગરિકો અને 154 સુરક્ષા દળના જવાન છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ હવે વધુ તીવ્ર બની રહ્યું છે. ઈઝરાયલના હુમલા બાદ, ઈરાને પોતાનો પલટવાર કર્યો છે. આજે ઈરાને ઈઝરાયલ પર અનેક બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. તેણે ઈઝરાયલમાં એક મોટી હોસ્પિટલને પણ સીધી નિશાન બનાવી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરતા કહ્યું કે, બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર તાજેતરમાં ઈરાની બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ઈઝરાયલ તેના તમામ લોકોની સુરક્ષા માટે જે કરવું જોઈએ તે કરવાનું ચાલુ રાખશે.
The Islamonazi regime in Iran just bombed a hospital in Israel. We bomb their military bases and facilities. They bomb hospitals. pic.twitter.com/L0kyCJctMM — Israel News Pulse (@israelnewspulse) June 19, 2025
The Islamonazi regime in Iran just bombed a hospital in Israel. We bomb their military bases and facilities. They bomb hospitals. pic.twitter.com/L0kyCJctMM
બીરશે બામાં સોરોકા મેડિકલ સેન્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં ખૂબ નુકસાન થયું છે અને લોકો હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલે લોકોને સારવાર માટે ન આવવા વિનંતી કરી છે. હોસ્પિટલની વેબસાઇટ અનુસાર, હોસ્પિટલમાં 1,000 થી વધુ બેડ છે અને તે ઈઝરાયલના દક્ષિણમાં લગભગ 10 લાખ રહેવાસીઓને સેવા આપે છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલને મોટું નુકસાન થયું છે. ઈરાને ઈઝરાયલના સોરોકા મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો છે, જે ઈઝરાયલના દક્ષિણમાં એક મોટી હોસ્પિટલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp