ભારત-પાકિસ્તાન, ઈરાન-ઈઝરાયલ બાદ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો; ગાઝામાં આટલા દિવસનું સીઝફાયર’

ભારત-પાકિસ્તાન, ઈરાન-ઈઝરાયલ બાદ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો; ગાઝામાં આટલા દિવસનું સીઝફાયર’

07/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન, ઈરાન-ઈઝરાયલ બાદ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો; ગાઝામાં આટલા દિવસનું સીઝફાયર’

Trump says Israel has agreed to finalise 60-day Gaza ceasefire: ઈરાન-ઈઝરાયલ બાદ હવે ગાઝામાં પણ શાંતિ આવવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈઝરાયલ ગાઝામાં 60 દિવસના યુદ્ધવિરામ માટે સહમત થયું છે. જોકે, તેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ટ્રમ્પે આ મુદ્દા અંગે હમાસને ચેતવણી પણ આપી છે. તેમણે હમાસને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં સમજૂતીને સ્વીકારવા કહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ‘મારા પ્રતિનિધિઓએ આજે ​​ગાઝા ઇઝરાયલના મુદ્દા પર ઇઝરાયલી નેતાઓ સાથે લાંબી અને અસરકારક બેઠક કરી હતી.

ઇઝરાયલે 60 દિવસના સીઝફાયરને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી શરતો પર સહમતિ આપી છે, જે દરમિયાન અમે યુદ્ધનો અંત લાવવા માટે તમામ પક્ષો સાથે કામ કરીશું. શાંતિ લાવવા માટે ખૂબ જ મહેનત કરનારા કતાર અને ઇજિપ્તના નેતાઓ આ અંતિમ પ્રસ્તાવ રજૂ કરશે. મને આશા છે કે હમાસ મધ્ય પૂર્વના ભલા માટે આ સમજૂતી સ્વીકારશે, કારણ કે જો તે આમ નહીં કરે, તો તે સારું નહીં થાય, પણ વધુ ખરાબ થતું જશે.


ઇઝરાયલી વડાપ્રધાન 7 જુલાઈએ અમેરિકા જશે

ઇઝરાયલી વડાપ્રધાન 7 જુલાઈએ અમેરિકા જશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 7 જુલાઈએ વ્હાઇટ હાઉસ ખાતે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મહેમાન નવાજી કરશે. વ્હાઇટ હાઉસે 'ધ ઇઝરાયલ ટાઇમ્સ'ને આ વાતની પુષ્ટિ કરી છે. ટ્રમ્પ ગાઝામાં સીઝફાયર અને બંધકોની મુક્તિ માટે તેમના પ્રયાસોને વધુ તેજ કરી રહ્યા છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ નેતન્યાહૂની વ્હાઇટ હાઉસની આ ત્રીજી મુલાકાત હશે. આ બેઠક ગાઝામાં યુદ્ધવિરામ અને ઈરાનની પ્રાદેશિક ગતિવિધિઓ અને રાજદ્વારી સંબંધોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.


આગામી અઠવાડિયા સુધીમાં ગાઝામાં સીઝફાયરની શક્યતા વ્યક્ત કરી

આગામી અઠવાડિયા સુધીમાં ગાઝામાં સીઝફાયરની શક્યતા વ્યક્ત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ સંઘર્ષનો અંત લાવવા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો હતો, અને આગામી અઠવાડિયા સુધીમાં ગાઝામાં સીઝફાયરની શક્યતા વ્યક્ત કરી હતી. ઈરાનના પરમાણુ સુવિધા પર અમેરિકાના હુમલા બાદ નેતન્યાહૂની અમેરિકા મુલાકાત થઈ રહી છે. તો, ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર લાવવાનો દાવો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top