Donald Trump Tariff bill in Parliament: ‘રશિયા સાથે દોસ્તીનો મતલબ..’, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથ

Donald Trump Tariff bill in Parliament: ‘રશિયા સાથે દોસ્તીનો મતલબ..’, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી ટેન્શનમાં દુનિયા

07/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

Donald Trump Tariff bill in Parliament: ‘રશિયા સાથે દોસ્તીનો મતલબ..’, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથ

Donald Trump Tariff bill in Parliament 500 percent tax on countries trading with Russia: ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ કિંગનો તાજ પણ પોતાના માથા પર પહેરી લીધો છે. ટેરિફના સમ્રાટ બની ચૂકેલા ટ્રમ્પે હવે સંસદમાં એક બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે, જે રશિયા સાથે વેપાર કરતા દેશો પર 500 ટકા ટેક્સની હિમાયત કરે છે. ચીનની સાથે ભારત પણ તેમાં સામેલ છે. ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી આ પરવાનગીનો દાવો દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. તેમણે SBC ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમણે આ બિલનો પ્રસ્તાવ મૂક્યો છે.

અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રાહમે ભારત અને ચીનને ચેતવણી આપી છે કે જો આ દેશો રશિયા પાસેથી તેલ અને અન્ય ઉત્પાદનો ખરીદવાનું ચાલુ રાખશે અને યુક્રેનને મદદ નહીં કરે, તો અમેરિકામાં તેમના ઉત્પાદનો પર 500 ટકાનો મોટો ટેરિફ લગાવવામાં આવશે. ભારત અને ચીન રશિયાનું લગભગ 70 ટકા તેલ ખરીદી રહ્યા છે. તેનાથી પુતિનના યુદ્ધ મશીનને બળ મળી રહ્યું છે. જો તેઓ આમ કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા આ ​​દેશો પર ભારે ટેરિફ લગાવશે.


ગોલ્ફ રમતા ટ્રમ્પે મને કહ્યું

ગોલ્ફ રમતા ટ્રમ્પે મને કહ્યું

અમેરિકન સાંસદ ગ્રાહમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી છે. ગ્રાહમનો એવો પણ દાવો છે કે આ પહેલી વાર છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગોલ્ફ રમતા  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કહ્યું હતું કે હવે આ બિલને આગળ વધારવાનો સમય આવી ગયો છે.


બિલનો હેતુ આ દેશો પર દબાણ લાવવાનો છે

બિલનો હેતુ આ દેશો પર દબાણ લાવવાનો છે

ગ્રાહમનું કહેવું છે કે, તેમના બિલના 84 સમર્થકો છે. તેનો હેતુ ભારત અને ચીન જેવા દેશો પર દબાણ લાવવાનો છે, જેથી તેઓ રશિયા પાસેથી તેલ અને અન્ય વસ્તુઓ ખરીદવાનું બંધ કરે. તેનાથી રશિયાનું અર્થતંત્ર નબળું પડશે અને પુતિનને યુક્રેનમાં શાંતિ મંત્રણા કરવાની ફરજ પડશે.

આ બિલ ઓગસ્ટમાં અમેરિકાની સંસદમાં રજૂ કરી શકાય છે. વાસ્તવમાં, અમેરિકા યુક્રેન પર રશિયન હુમલાને રોકવા માટે રશિયા પર આર્થિક દબાણ વધારવા માગે છે. જો કે, ભારત અને ચીન અત્યાર સુધી પશ્ચિમી પ્રતિબંધોને અવગણીને સસ્તા ભાવે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.`


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top