'પટનામાં એપાર્ટમેન્ટ-ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીનો બંગલો કેવી રીતે લીધો?', EDએ રાબડી દેવીને પૂછ્યા આ

'પટનામાં એપાર્ટમેન્ટ-ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીનો બંગલો કેવી રીતે લીધો?', EDએ રાબડી દેવીને પૂછ્યા આ 7 સવાલ

03/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'પટનામાં એપાર્ટમેન્ટ-ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીનો બંગલો કેવી રીતે લીધો?', EDએ રાબડી દેવીને પૂછ્યા આ

Rabri Devi: લાલુ યાદવ પરિવાર લેન્ડ ફોર જોબ કેસમાં તપાસના દાયરામાં છે. મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપની લાંબી પૂછપરછ કરી હતી. EDના અધિકારીઓએ બંનેને અલગ-અલગ રૂમમાં બેસાડ્યા અને પ્રશ્નો પૂછ્યા હતા. આજે લાલુ પ્રસાદ યાદવે પણ ED સમક્ષ હાજર થવાનું છે.

લેન્ડ ફોર જોબ સ્કેમમાં રાબડી દેવીની 2 વર્ષમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે તેજ પ્રતાપ યાદવની પહેલીવાર પૂછપરછ કરવામાં આવી છે. EDએ રાબડી દેવીની 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે તેજ પ્રતાપની 4.5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા 29 જાન્યુઆરીએ EDએ લાલુની 10 કલાક પૂછપરછ કરી હતી. ગયા વર્ષે 30 જાન્યુઆરીએ તેજસ્વી યાદવની પણ ED દ્વારા 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમ રાબડી દેવીની પૂછપરછ દરમિયાન ઘણા સવાલોના જવાબ જાણવા માગતી હતી. જોકે, તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. EDના સૂત્રોનું કહેવું છે કે, આ કેસમાં કેટલાક વધારાના તથ્યો પ્રકાશમાં આવતા નવેસરથી તપાસ જરૂરી બની ગઈ છે. રાબડી, તેજ પ્રતાપ અને લાલુના નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી રહ્યા છે.


શું સવાલ પૂછાયા

શું સવાલ પૂછાયા
  1. 1. દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં આવેલો બંગલો કેવી રીતે લેવામાં આવ્યો?
  2. પટનામાં સગુણા મોડ એપાર્ટમેન્ટની જમીન કેવી રીતે ખરીદવામાં આવી?
  3. આ મિલકતોની ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા?
  4. તમારા નામે જમીન છે. તે કેવી રીતે હાંસલ કરવામાં આવી?
  5. જે લોકો પાસે નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી, તેમને તમે કેવી રીતે જાણો છો?
  6. રેલવેમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તે લોકોને તમે પ્રથમ વખત ક્યારે મળ્યા?
  7. રેલવેમાં નોકરી મેળવનારા લોકો તમારા સંપર્કમાં કેવી રીતે આવ્યા?

EDએ લંચ અને દવા માટે પૂછ્યું

EDએ લંચ અને દવા માટે પૂછ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાબડી દેવીએ EDના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. EDની ટીમે રાબડી દેવીને લંચ માટે પણ કહ્યું અને એમ પણ કહ્યું કે તમારે કોઈ દવા લેવી હોય તો લઇ લો. આ પહેલા જ્યારે રાબડી દેવી સવારે ED ઓફિસ પહોંચ્યા ત્યારે તેમના પુત્રી મીસા ભારતી તેમની સાથે હતા. મીસાએ કહ્યું હતું, EDએ રાબડી દેવી અને તેજ પ્રતાપ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. અમે તમામ પ્રશ્નોના જવાબ આપતા આવ્યા છીએ. તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે અને અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ. અમારા કાર્યકર્તાઓ જે બહાર છે તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે. તેમને (લાલુ યાદવ) આવતીકાલે બોલાવવામાં આવ્યા છે.


શું છે મામલો?

શું છે મામલો?

EDએ ગયા વર્ષે દિલ્હીની એક કોર્ટમાં લાલુ પરિવારના સભ્યો વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવના નામ આરોપી તરીકેઆપવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે લાલુ યાદવે કેન્દ્રમાં UPA-1 સરકારમાં રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2004-2009 દરમિયાન ભારતીય રેલવેમાં ગ્રુપ Dની નિમણૂંકોમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top