મણિપુરમાં હવે ખુદ CM પણ અસલામત..' મુખ્યમંત્રીના કાફલા પર આતંકી હુમલો, હાઈવે પર મચી અફરાતફરી
Manipur Chief Minister convoy attack : હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ખુદ CM પણ અસલામત બન્યાં છે. આતંકવાદીઓએ સોમવારે CM એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. આતંકવાદીઓએ તેમના કાફલા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો એક સિક્યુરીટી જવાન ઘાયલ થયાં હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો. સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યા હતા, પરંતુ તે દરમિયાન અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું જોકે સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને જડબાતોડ જવાબ આપ્યો હતો.
CM ના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.
જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સોઇબામ સરતકુમાર સિંહ નામનો વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. બાદમાં તેની લાશ મળી આવી હતી જેના પર ધારદાર ઘાના નિશાન હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp