Weather Updates : આ વર્ષની 31st ગુજરાતીઓ માટે ભારે! હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો શું કહ્ય

Weather Updates : આ વર્ષની 31st ગુજરાતીઓ માટે ભારે! હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું?

12/27/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Weather Updates : આ વર્ષની 31st ગુજરાતીઓ માટે ભારે! હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો શું કહ્ય

ગુજરાત ડેસ્ક : આજે રાજ્યભરમાં શીત લહેર પ્રસરી ગઈ હતી, જેને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી પ્રસરી ગઈ હતી, જેમાં આજે 25મી ડિસેમ્બરે અમદાવાદમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યભરના નાગરિકોને આ થર્ટીફર્સ્ટ બરાબરનો ભારે રહેવાનો છે, એટલે કે ઠંડીથી બરાબર ઠૂંઠવાશો. હજી ખરી ઠંડી તો આવનારા 7 દિવસમાં પડશે એવું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનોની અસરથી ગુજરાત કોલ્ડવેવમાં સપડાયું છે.


ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી

ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી

રાજ્યભરમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેમાં 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે રાજ્યના 4 જિલ્લામાં 10 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો છે. ડીસામાં 9.6, કંડલામાં 9.7, ભુજમાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ અને મધ્યગુજરાતના રાજકોટમાં 10.2, વડોદરામાં 14.4, સુરતમાં 14 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થશે. એટલું જ નહીં, આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. પરંતુ વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે ત્યારે ફરીથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.


અંબાલાલ પટેલની આગાહી, હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે

અંબાલાલ પટેલની આગાહી, હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ડિસેમ્બરનું છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાં વધારો થશે. આથી રાજ્ય વાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેમજ જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે એવી પણ આગાહી કરવામાં આવી છે.

એક અઠવાડિયા પહેલાં લોકોને ગરમી લાગતી હતી ત્યાં તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડી વ્યાપી ચૂકી છે. દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી અચાનક સ્થિતિથી હેબતાયેલા ગુજરાતીઓને ખરી ઠંડીનો અહેસાસ તો આવનારા સપ્તાહે થશે. ગુજરાતનાં 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી નીચે નોંધાશે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓ શીત લહેરથી મોજમાં આવી ગયા છે, જોકે ઠંડીથી બચવા તાપણાં કરતાં નજરે ચડ્યા હતા. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે ત્યારે ઉત્તરના પવનો આગામી સપ્તાહે પારાને વધુ બેથી 3 ડીગ્રી નીચે લઈ જઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top