આવા ‘ક્રાંતિકારી’?! સસરાએ આંગડિયા દ્વારા મોકલેલી રકમથી યુવરાજસિંહે દહેગામમાં ખરીદી હતી મિલકત :

આવા ‘ક્રાંતિકારી’?! સસરાએ આંગડિયા દ્વારા મોકલેલી રકમથી યુવરાજસિંહે દહેગામમાં ખરીદી હતી મિલકત : સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

05/02/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આવા ‘ક્રાંતિકારી’?! સસરાએ આંગડિયા દ્વારા મોકલેલી રકમથી યુવરાજસિંહે દહેગામમાં ખરીદી હતી મિલકત :

બહુ ગાજેલા ડમી ઉમેદવાર કૌભાંડમાં 1 કરોડ જેવી રકમનો તોડ કરવાના ચક્કરમાં ક્યારેક ક્રાંતિકારી યુવા નેતા ગણાવાયેલા યુવરાજસિંહ બરાબર ભેરવાયા છે. યુવરાજનો સાળો શિવુભા ગોહિલ પહેલેથી પોલીસને હાથે ઝડપાઈ ચૂક્યો છે. સુરત ખાતે સંતાયેલા એના સાળાને પોલીસે મળસ્કે રેડ પાડીને ઝડપી પાડ્યો હતો. હવે યુવરાજના સસરા લાખો રૂપિયાના બંડલ આંગડિયા દ્વારા મોકલતા હોય એવા ફૂટેજીસ સામે આવ્યા છે. આ રકમ યુવરાજે દહેગામ ખાતેની એક મિલકત ખરીદવામાં વાપરી હોવાનું મનાય છે.


તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો હતો. આ મામલે તાપસ કરી રહેલી SITની ટીમને કેટલાંક CCTV ફૂટેજીસ હાથ લાગ્યા છે. આ ફૂટેજીસમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે યુવરાજસિંહના સસરા ભાવનગરની પી.એમ.આંગડિયા પેઢી મારફતે રોકડા રૂપિયાના બંડલ્સ મોકલી રહ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર આ CCTV 6 એપ્રિલના છે, જેમાં યુવરાજસિંહના સસરા રૂપિયા 6 લાખ રોકડા લઇને આંગડિયામાં આવે છે અને આંગડિયાનો કર્મચારી રૂપિયા ગણીને આંગડિયું કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ દહેગામમાં ખરીદેલી મિલકત માટે યુવરાજસિંહના કહેવાથી તેમના સસરાએ આંગડિયા દ્વારા આ રૂપિયા મોકલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં દહેગામની મિલકતનો દસ્તાવેજ પણ હાથ લાગ્યો છે. આમ તોડકાંડમાં એક પછી એક યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મોટા પુરાવા હાથ લાગી રહ્યા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આ જ પુરાવા યુવરાજસિંહની મુશ્કેલી વધારી શકે છે.


દહેગામ ખાતે પ્રોપર્ટી ખરીદીની સાબિતી

દહેગામ ખાતે પ્રોપર્ટી ખરીદીની સાબિતી

આ અગાઉ પોલીસ યુવરાજના સાળા શિવુભા પાસેથી પણ 25.50 લાખની રકમ રિકવર કરી ચૂકી છે. તપાસ દરમિયાન હાથ લાગેલી ડાયરીમાં 13 લાખ રૂપિયા બિલ્ડરને અપાયા હોવાનો ઉલ્લેખ હતો. યુવરાજના સસરાએ જે 6 એપ્રિલના રોજ જે 6 લાખ આંગડિયા દ્વારા મોકલેલા, એ પૈકીના 89,000  રૂપિયા પોલીસે ગઈકાલે રિકવર કર્યા છે. આ સાથે દહેગામમાં યુવરાજે ખરીદેલી પ્રોપર્ટીના પુરાવાઓ પણ મળી આવ્યા છે. દહેગામમાં ખરીદાયેલી મિલકત અંદાજે 30 લાખની હોવાનું કહેવાઈ રહ્યું છે, જેની ખરીદી બદલ 1 લાખ 47 હજારની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવામાં આવી હતી. એ આગામી દિવસોમાં આ કેસ ચર્ચાઓ જગાવતો રહેશે એ નક્કી.


યુવરાજે હજી ગઈકાલે જ ‘પાંચ પાંડવો’ની વાત કહી હતી

યુવરાજે હજી ગઈકાલે જ ‘પાંચ પાંડવો’ની વાત કહી હતી

ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થતાં યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. યુવરાજે દાવો કર્યો કે આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે અને હજુ પણ ઘણુ બધું સામે આવવાનું બાકી છે. ડમીકાંડના પર્દાફાશ સમયે યુવરાજસિંહે 5 પાંડવોની વાત કરી હતી. જેમની પાસે કૌભાંડોના દસ્તાવેજ હોવાનો દાવો કરાયો હતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે યુવરાજના 5 પાંડવો કોણ અને આ પાંડવો આખરે ક્યારે સામે આવશે.

જો કે હાલ તો યુવરાજના તથાકથિત 'પાંચ પાંડવો' બાજુએ રહયા છે, અને યુવરાજ સામે તોડકાંડમાં વધુ પુરાવા SITને હાથ લાગી ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top