"મને શાહરૂખ ખાનની રાજનીતિ પસંદ નથી..." ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ કિંગ ખાન પર બોલિવૂડને બરબાદ

"મને શાહરૂખ ખાનની રાજનીતિ પસંદ નથી..." ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ કિંગ ખાન પર બોલિવૂડને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો

08/19/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી પોતાના નિવેદનોને લીધે જાણીતા છે. ફિલ્મ નિર્માતાએ પોતાના તાજેતરના એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન પર બોલિવૂડમાં રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેણે કરણ જોહર પર પણ નિશાન સાધ્યું છે.


વિવેકે શાહરૂખ ખાન પર બોલિવૂડને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

વિવેકે શાહરૂખ ખાન પર બોલિવૂડને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્રિહોત્રીએ કહ્યું કે, 'હું શાહરૂખ ખાનનો મોટો ફેન છું, પરંતુ હું તેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને બરબાદ કરવા માટે જવાબદાર માનું છું, હિન્દી સિનેમા જગતમાં હવે માત્ર પીઆર, પબ્લિસિટી અને ગ્લેમરનું જ સ્ટારડમ છે, જે કંઇ પણ નથી. કરણ જોહર પણ ઉદ્યોગના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે, કુછ કુછ હોતા હૈ મારી પ્રિય ફિલ્મ છે, પરંતુ બોલિવૂડમાં તેની રાજનીતિ મારી સમજની બહાર છે.

વધુમાં વિવેક અગ્રિહોત્રીએ કહ્યું કે, મને શાહરૂખ ખાનની રાજનીતિ પસંદ નથી. શાહરુખે બોલિવૂડને માત્ર PR આપ્યું છે. હાઇપ, ગ્લેમર અને સ્ટારડમ બનાવ્યું છે. હું માનું છું કે તમે જે પ્રકારનું રાજકારણ બોલિવૂડમાં વણી લીધું છે, તેનો હેતુ ખોટો છે. સ્ટારડમ અથવા સ્ટાર સિસ્ટમને આગળ વધારવી માત્ર કરણ દ્વારા જ થઈ છે, જેની હું અંગત રીતે વિરુદ્ધ છું.

 


દર્શકોને મૂર્ખ બનાવે છે

વિવેકે આગળ કહ્યું- તે વિચારે છે કે, દર્શકો મૂર્ખ છે અને તેમની ફિલ્મો 'પીપલ્સ ફિલ્મ' નથી. મારી બીજી સૌથી મોટી સમસ્યા સામાન્યતા છે, તેઓ માને છે કે પ્રેક્ષકો મૂર્ખ છે. હું આ સહન કરી શકતો નથી. હું લોકો માટે ફિલ્મો બનાવું છું.

જ્યારે પણ તેમની ફિલ્મ સક્સેસફુલ થાય છે, તો તે શાહરૂખ ખાનની ફિલ્મ બની જાય છે. જ્યારે મારી ફિલ્મ સક્સેસફુલ થાય છે, ત્યારે તે લોકો માટેની એક ફિલ્મ છે જે હિટ થઈ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિવેક ફિલ્મ નિર્માતા ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર' 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top