સત્યેન્દ્ર જૈન સામે વધુ એક FIR, 7 કરોડની લાંચના મામલે શું છે નવી સમસ્યા?

સત્યેન્દ્ર જૈન સામે વધુ એક FIR, 7 કરોડની લાંચના મામલે શું છે નવી સમસ્યા?

03/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સત્યેન્દ્ર જૈન સામે વધુ એક FIR, 7 કરોડની લાંચના મામલે શું છે નવી સમસ્યા?

FIR Against Satyendar Jain: આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં PWD મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. AAPના વરિષ્ઠ નેતા વિરુદ્ધ વધુ એક કેસ નોંધાઇ ગયો છે. દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નોંધી છે 571 કરોડ રૂપિયાના CCTV પ્રોજેક્ટમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં જૈન પર 7 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.


શું છે મામલો?

શું છે મામલો?

દિલ્હી સરકારે તમામ 70 વિધાનસભા બેઠકો પર કુલ 1.4 લાખ CCTV કેમેરા લગાવવા માટે 571 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ને આપવામાં આવ્યો હતો, પરંતુ CCTV લગાવવામાં વિલંબને કારણે કંપની પર 16 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપ છે કે સત્યેન્દ્ર જૈને 7 કરોડ રૂપિયાની લાંચ લઈને દંડ માફ કર્યો હતો.

ACBના જોઈન્ટ કમિશનર મધુર વર્મા તરફ જણાવવામાં આવ્યું હતું કે આ આરોપ સૌપ્રથમ એક ન્યૂઝ આર્ટિકલમાં સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રોજેક્ટના નોડલ ઓફિસરે સત્યેન્દ્ર જૈનને 7 કરોડ રૂપિયાની લાંચ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી. ACBએ તેની ખરાઈ કરવા માટે BELના અધિકારીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે આરોપોને સમર્થન કરતાં આ મામલે વિગતવાર ફરિયાદ પણ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top