આ રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપોમાં આગ, 6 વાહનો બળીને રાખ, જુઓ વીડિયો
Fire Breaks Out in Scrap Bus in Nalasopara: મુંબઈમાં નાલાસોપારા ઈસ્ટના સનશાઈન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપોમાં આગ લાગવાથી હાહાકાર મચી ગયો હતો. આ આગમાં મહાનગરપાલિકાના 6 વાહનો બળીને રાખ થઈ ગયા હતા. નોંધનીય છે કે દોઢ વર્ષ અગાઉ પણ આ જ સ્થળે બસોમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં બસો બળી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આગની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી ફાયર વિભાગના કર્મચારીઓને પણ આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે ડેપોમાં અસામાજિક તત્વો આવતા રહે છે પરંતુ વહીવટીતંત્ર તેની હંમેશાં અવગણના કરે છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp