કોરોનાએ ફરી લોકોની ચિંતામાં વધારો કર્યો' વેક્સીનની' આડઅસરો ને હવે કોરોનાના આ નવા વેરિઅન્ટ 'FLiR

કોરોનાએ ફરી લોકોની ચિંતામાં વધારો કર્યો' વેક્સીનની' આડઅસરો ને હવે કોરોનાના આ નવા વેરિઅન્ટ 'FLiRT'થી ડરનો માહોલ! જાણો લક્ષણો

05/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાએ ફરી લોકોની ચિંતામાં વધારો કર્યો' વેક્સીનની' આડઅસરો ને હવે કોરોનાના આ નવા વેરિઅન્ટ 'FLiR

New Covid 19 Variant FLiRT : ફરી એક વખત કોરોનાના એક નવા વેરિએન્ટ FLiRTએ લોકોમાં ડરનો માહોલ છે. કોરોના વેક્સીન લગાવ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે હવે આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા વેરિએન્ટ પર કોરોના વેક્સીનની પણ અસર નથી થઈ રહી.


COVID-19ના નવા વેરિએન્ટ

COVID-19ના નવા વેરિએન્ટ

અમેરિકામાં FLiRTના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સીડીસીએ અમેરિકામાં FLiRT COVID-19 વેરિએન્ટમાં વધારાનો રિપોર્ટ આપ્યો છે. જેમાં KP.2 સ્ટ્રેનના દર્દીની સંખ્યા સૌથી વધારે છે.સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર અમેરિકામાં COVID-19ના નવા વેરિએન્ટની સાથે મળીને એક નવા વેરિએન્ટના રૂપમાં ફેલાઈ રહ્યો છે. આ ગ્રુપને અમેરિકાના સાયન્ટિસ્ટે FLiRTનું નામ આપ્યું છે. તેમાંથી KP.2 વેરિએન્ટ સૌથી વધારે પ્રખ્યાત છે.


આ નવી લહેરનું રૂપ લઈ શકે

આ નવી લહેરનું રૂપ લઈ શકે

FLiRT વેરિએન્ટ, ઓમીક્રોનના JN.1ની ફેમિલીથી સંબંધિત છે. આ અમેરિકામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા ઓમીક્રોન વેરિએન્ટની તુલનામાં આ વધારે સંક્રામક થતો જઈ રહ્યો છે. તેમાં KP.2 અને KP 1.1 પણ છે જે ચિંતાનું કારણ છે. નિષ્ણાંતો અનુસાર આ ઉનાળામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેના પર રિસર્ચ કરનાર સાયન્ટિસ્ટોનું કહેવું છે કે સમય રહેતા તેને રોકવા જરૂરી છે કારણ કે આ નવી લહેરનું રૂપ લઈ શકે છે.FLiRTના લક્ષ્ણ અન્ય વેરિએન્ટના જેવા છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ભલે હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઓછા આવી રહ્યા છે. પરંતુ દુનિયા અને દેશભરમાં તાપમાન વધવાની સાથે સંક્રમણની સંખ્યા વધવાની આશંકા છે.


રિપોર્ટના આધારે FLiRTના લક્ષણો

રિપોર્ટના આધારે  FLiRTના લક્ષણો

તાવની સાથે ઠંડી લાગવી કે ફક્ત તાવ આવવો, સતત ખાંસી આવવી, ગળુ ખરાબ થવું, નાક બંધ થવું કે નાક વહેવું, માથામાં દુખાવો, મસલ્સમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક લાગવો, સ્વાદ કે પછી કોઈ પણ વસ્તુની ગંધ ન આવવી, સાંભળવાનમાં મુશ્કેલી, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યા (જેમ કે પેટ ખરાબ રહેવું, હલ્કા ઝાડા, ઉલ્ટી)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top