3 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોની હત્યા, ઘરના બેડ બોક્સમાંથી મળ્યા મૃતદેહ
Meerut Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના 5 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. મૃતકોમાં મોઇન, તેની પત્ની આસ્મા અને ત્રણ માસૂમ પુત્રીઓ અફસા (8), અઝીઝા (4) અને અદીબા (1)નો સમાવેશ થાય છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુહેલ ગાર્ડર કૉલોનીમાં એક નાના મકાનમાં કડિયાકામ કરતો મોઇન ભાડે રહેતો હતો. આ ઘરમાંથી 5 મૃતદેહ મળી આવ્યા છે. આ હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
પરિવારના 5 સભ્યોની ક્રૂર હત્યા કોણે કરી તે જાણવા માટે પોલીસ મૃતક પરિવારના પરિચિતો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. મૃતક મોઇને 3 લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું બીમારીને કારણે અવસાન થયું હતું. તો, તે તેની બીજી પત્ની સાથે દરરોજ ઝઘડો થતો હતો. જ્યારે વિવાદ વધુ વધ્યો, ત્યારે બંનેએ છૂટાછેડા લઇ લીધા. તેની ત્રીજી પત્નીથી તેમને 3 પુત્રીઓ હતી.
મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની સુહેલ ગાર્ડન કૉલોનીમાં રહેતા મોઇનના આખા પરિવારની હત્યાથી વિસ્તારના લોકો ગભરાટમાં છે. પરિવારના 5 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે બધાના માથા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે તેમને મોઇનનો મૃતદેહ પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલો મળ્યો. તેના હાથ અને પગ બાંધેલા હતા. આ દરમિયાન, અસ્મા અને તેની 3 પુત્રીઓના મૃતદેહ પલંગ પર પડ્યા હતા.
પોલીસને શંકા છે કે આ ઘટનાને કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, શંકાની સોય મૃતક મોઇનના પરિચિતો તરફ જઇ રહી છે. મેરઠના SSP વિપિન તાડાએ જણાવ્યું હતું કે તેમને લિસાડી ગેટ પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે એક ઘરમાં 5 મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોએ જણાવ્યું કે ઘર બહારથી બંધ હતું. ઘરની અંદર એક દંપતી અને તેના 3 બાળકોના મૃતદેહ હતા, જેમના માથા પર કોઇ તીક્ષ્ણ વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. ખરેખર, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે. પ્રથમ દૃષ્ટિએ, એવું લાગે છે કે પીડિતોના કોઇ પરિચિત વ્યક્તિએ આ ગુનો કર્યો છે.
મૃતક મોઇન સ્વભાવે ખૂબ જ સરળ હતો. તેનો કોઇ સાથે કોઇ વિવાદ નહોતો. પડોશીઓનું કહેવું છે કે તે દોઢ મહિના અગાઉ જ સુહેલ ગાર્ડન કોલોનીમાં રહેવા આવ્યો હતો. આ અગાઉ તે ઝાકીર કૉલોનીમાં મદીના મસ્જિદની ગલીમાં રહેતો હતો. તેઓ મવાના અને રૂડકીમાં પણ રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મોઇનના 3 લગ્ન થયા હતા. તેની પહેલી પત્ની ઝફર હતી, તેણે 15 વર્ષ પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બીમારીને કારણે તેનું મોત થઇ થયું. મોઇનના બીજા લગ્ન 11 વર્ષ અગાઉ નારા નામની છોકરી સાથે થયા હતા.
લગ્ન બાદ, તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા, જેના કારણે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેમના છૂટાછેડા થઇ ગયા. મોઇને ત્રીજા લગ્ન અસ્મા સાથે કર્યા, જેનાથી તેને 3 પુત્રીઓ હતી. આસ્મા પહેલાથી જ પરિણીત હતી. આ દરમિયાન, આસ્માના ભાઇને ઘટનાની માહિતી મળતા જ તે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેના બહેન અને બનેવીનો કોઇ સાથે કોઇ વિવાદ નહોતો. તેણે જણાવ્યું કે મોઇને તેના ભાઇને 4.5 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp