પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરવાયા એડમિટ, જાણો હવે કેવું છે સ્વાસ્થ્ય
દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની તબિયત લથડી છે. સંક્રમણ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મણિપાલ હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, ‘ભપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાને સંક્રમણ લાગવાના કારણે ઓલ્ડ એરપોર્ટ રોડ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમનું તબીબી સંચાલન ચાલી રહ્યું છે અને તબીબી નિષ્ણાતોની એક ટીમ તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે.’
હરદાનહલ્લી ડોડ્ડેગૌડા દેવેગૌડાએ 1 જૂન, 1996 થી 21 એપ્રિલ, 1997 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે 1994 થી 1996 સુધી કર્ણાટકના 14મા મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ હાલમાં જનતા દળ (સેક્યુલર) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. નોંધનીય છે કે એચ.ડી. દેવેગૌડા 92 વર્ષના છે. તેમનો જન્મ 18 મે, 1933ના રોજ થયો હતો. આ ઉંમરે તેમનું સ્વાસ્થ્ય બગાડતા તેમના સમર્થક ચિંતિત છે.
વડાપ્રધાન તરીકે દેવેગૌડાએ આર્થિક સુધારાઓને આગળ ધપાવ્યા, ખાસ કરીને ગ્રામીણ વિકાસ અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એક સપનાનું બજેટ (1996-97) રજૂ કર્યું, જેમાં ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે અનેક યોજનાઓનો સમાવેશ થતો હતો. તેઓ જનતા દળ (સેક્યુલર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે અને કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેમના પુત્ર એચ.ડી. કુમારસ્વામી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. દેવેગૌડા તેમની સાદગી, ખેડૂતોના હિત પ્રત્યે સમર્પણ અને પ્રાદેશિક રાજકારણની ઊંડી સમજ માટે જાણીતા છે.
દેવેગૌડા સંયુક્ત મોરચાના ગઠબંધનના નેતા તરીકે વડાપ્રધાન બન્યા, જેમાં અનેક પ્રાદેશિક અને ડાબેરી પક્ષોનો ટેકો શામેલ હતો. તેમની સરકારને કોંગ્રેસ પાર્ટી તરફથી બહારથી ટેકો મળ્યો હતો. તેમનો કાર્યકાળ ટૂંકો હોવા છતા, તેઓ ઘણી મહત્ત્વપૂર્ણ નીતિઓ અને નિર્ણયો માટે ઓળખાય છે. મુખ્યમંત્રી (1994-1996) તરીકે, તેમણે કર્ણાટકમાં સિંચાઈ પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની નીતિઓએ ભારતના IT હબ તરીકે બેંગલુરુના વિકાસમાં પણ ફાળો આપ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp