ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
Manmohan Singh Passes Away: ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. પૂર્વ PM મનમોહન સિંહે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે પીટીઆઈના જણાવ્યા અનુસાર, ડૉ.મનમોહન સિંહને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બાદ એમ્સ દિલ્હીના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે 9:51 કલાકે દુનિયાને અલવિદા કહ્યું. ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના નિધન પર ભારતના રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ તરફથી શોક સંદેશ આવી રહ્યા છે.
દિલ્હી કોંગ્રેસે લખ્યું - "પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન, આદરણીય મનમોહન સિંહજીનું નિધન એ ભારતીય રાજકારણ માટે એક અપુરતી ખોટ છે. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. દિલ્હી કોંગ્રેસ પરિવાર આદરણીય મનમોહન જીની સ્મૃતિઓને વંદન કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
7 દિવસનો રાષ્ટ્રીય શોક
પીએમ મોદી સહિત અનેક નેતાઓ અને હસ્તીઓએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ પીએમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત તમામ સરકારી કાર્યક્રમો રદ રહેશે.કેબિનેટની બેઠક પછી, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
26 સપ્ટેમ્બર 2024ના રોજ ડૉ. મનમોહન સિંહ 92 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ વર્ષ 1932માં અવિભાજિત ભારતમાં થયો હતો. આજે જ્યાં તેમનો જન્મ થયો હતો તે વિસ્તાર પંજાબ, પાકિસ્તાનમાં આવે છે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહને ભારતમાં આર્થિક સુધારાના મુખ્ય આર્કિટેક્ટ તરીકે શ્રેય આપવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય હતા. મનમોહન સિંહે 21 માર્ચ, 1998થી 21 મે, 2004 સુધી ગૃહમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ નિભાવી હતી. ડૉ. મનમોહન સિંહ આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ત્યારબાદ તેમની વિશિષ્ટ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp