છોકરીએ લગ્ન કરવાની ના પાડી તો જાહેરમાં છરી મારી દીધી, બૂમો પાડી તો તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
Delhi: ફેબ્રુઆરીમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા બોરિયા ગામ પાસે એક યુવકે યુવતીના ગળામાં ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. કઈક આવી જ ઘટના બની છે દિલ્હીમાં. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં કિર્બી પ્લેસ બસ સ્ટોપ પાસે જે બન્યું તેનાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અહીં એક છોકરી પર ધોળા દિવસે છરીથી હુમલો થયો હતો. રસ્તા પર એક છોકરાએ 17 વર્ષીય છોકરી અનેક વખત છરા વડે હુમલો કરી દીધો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે મોડી સાંજે છોકરી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તેણે દિવસે છોકરાના લગ્ન પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. જેથી ગુસ્સે થઈને, 20 વર્ષીય યુવકે પૂરી પ્લાનિંગ સાથે રસોડાના છરીથી તેના પર અનેક વખત વાર કર્યા. બાદમાં જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છોકરીએ મદદ માટે બૂમો પાડી ત્યારે આરોપીએ તે જ છરાથી પોતાને પણ ઇજાગ્રસ્ત કરી દીધો. પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે, એક રાહદારીએ પોલીસને ઘટના વિશે જાણ કરી, જેણે છોકરીને પણ હૉસ્પિટલ પહોચાડી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ-પશ્ચિમ) સુરેન્દ્ર ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'છોકરીના ગળા અને પેટની ડાબી બાજુએ ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાસ્થળ પરથી એક છરી મળી આવી છે. બંનેને DDU હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમની હાલત ગંભીર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી અમિત વિરુદ્ધ દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. DCPએ વધુમાં જણાવ્યું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અમિત અને છોકરી ગયા વર્ષથી મિત્રો હતા અને તેમની વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ થઈ ગયો હતો.
તપાસકર્તાઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને CCTV ફૂટેજ મેળવ્યા, ઘટના દરમિયાન હાજર લોકોના નિવેદનો નોંધવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તેમના મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યા. એક સૂત્રએ જણાવ્યું કે, 'અમે સમગ્ર મામલાની તપાસ માટે ઘણી ટીમો બનાવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત પીડિતાનું નિવેદન છે. તે સ્વસ્થ થયા બાદ અમે તેનું નિવેદન નોંધીશું. ઘટના ક્રમ જાણવા માટે નજીકના વિક્રેતાઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ઘટના આરોપીઓ દ્વારા આયોજિત હતી. અમને ખબર પડી કે આરોપી તેનો પીછો કરી રહ્યો હતો અને તેણે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેને પીડિતાએ ઠુકરાવી દીધો હતો. આરોપીએ તેનો હાથ પકડવાનો પણ પ્રયાસ કર્યો, જેનો તેણે પ્રતિકાર કર્યો અને તેનાથી દૂર જતી રહી. બાદમાં આરોપી તેના ઘરેથી છરી લઈ આવ્યો અને તેને મારવાની યોજના બનાવી.
આ દરમિયાન, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 45 સેકન્ડની આ ક્લિપમાં, એક પુરુષ અને એક સ્ત્રી ફૂટપાથ પર લોહીથી લથપથ પડેલા દેખાય છે, જ્યારે પસાર થતા લોકો મદદ માટે ભેગા થઈ રહ્યા છે. આ દરમિયાન, પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીને બસ સ્ટોપ પર અનેક વાર છરા મારવામાં આવ્યા બાદ તે વેન્ટિલેટર પર છે અને જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે.
તેણે કહ્યું કે, 'અમે ખૂબ ખુશ હતા કે તે કાલે (મંગળવારે) 18 વર્ષની થઈ જશે, પરંતુ અમને ખબર નહોતી કે મારી દીકરીને આ દિવસે શ્વાસ લેવામાં તકલીફ પડશે.' છોકરીની માતા ઘરેલુ સહાયિકાના રૂપમાં કરે છે અને એકલી માતા છે. છોકરીના ભાઈ-બહેન છે, જેમાં એક મોટી બહેન પરિણીત છે અને એક 15 વર્ષનો ભાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના એક ગામમાં રહેનારા પીડિતાના પિતાએ, બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, ત્યારબાદ પરિવાર દિલ્હી આવી ગયો હતો. છોકરી તેના ભાઈ સાથે સદર બજાર છાવણીમાં એક દુકાનમાં પાર્ટ-ટાઇમ જોબ કરતી હતી, જ્યાં આરોપી પણ તેની સાથે કામ કરતો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp