ગ્રેજ્યુએટ યુવાનો પાસે પેરામિલિટ્રી ફોર્સમાં ઓફિસર બનવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય

ગ્રેજ્યુએટ યુવાનો પાસે પેરામિલિટ્રી ફોર્સમાં ઓફિસર બનવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય

05/18/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ગ્રેજ્યુએટ યુવાનો પાસે પેરામિલિટ્રી ફોર્સમાં ઓફિસર બનવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) તરફથી ગ્રેજ્યુએટ યુવાનો માટે સારા સમાચાર છે. સીઆરપીએફએ સશસ્ત્ર સીમા બળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, સીમા સુરક્ષા બળ, અને ભારત-તિબ્બત બોર્ડર પોલીસમાં હજારો પર ભરતી બહાર પાડી છે. 176 પદ આસિસ્ટેંટ કમાંડેન્ટ ના છે, જેના માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સીઆરપીએફએ આ ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે અને અરજીની પ્રક્રિયા શરૂ કરી છે. નોટિફિકેશનના અનુસાર અરજીની અંતિમ તારીખ 30 મે 2022 છે. 


આ રીતે કરો અરજી :

આસિસ્ટન્ટ કમાંડેંટના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને સીઆરપીએફની ઓફિશિયલ વેબસાઇટ crpf.gov.in પર જવું પડશે. અહીં તેમને આ ભરતીનું નોટિફિકેશન અને અરજી ફોર્મ ભરવા માટે લિંક મળી જશે. તમામ ઉમેદવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી લે અને તેમાં આપેલા સ્ટેપ્સને ફોલો કરી અરજી કરી શકે છે. અરજી સબમિટ કર્યા બાદ એક પ્રિંટઆઉટ પોતાની રાખે. 


આ રીતે થશે ઉમેદવારોની પસંદગી :

સૌથી પહેલાં ઉમેદવારોને એક લેખિત પરીક્ષા સમજવી પડશે. જે લોકોને લેખિત પરીક્ષા પાસ કરી મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવશે, તેમને ફિજિલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જે ઉમેદવાર આ તમા પરીક્ષાઓ પાસ થઇને યાદી જે જગ્યા બનાવશે તેમનું સિલેકશન થશે. 


શૈક્ષણિક યોગ્યતા અને વયમર્યાદા :

આસિસ્ટન્ટ કમાંડેન્ટ આ પદો પર ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા ઉમેદવાર અરજી કરી શકે છે. વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરનારની વધુમાં વધુ ઉંમર 35 વર્ષ અથવા તેનાથી ઓછી હોવી જોઇએ. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટ મળશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top