ઔષધીય ગુણોથી ભરપૂર છે 'લીલી હળદર', આ બીમારીઓમાં છે રામબાણ ઈલાજ

ઔષધીય ગુણોથી ભરપૂર છે 'લીલી હળદર', આ બીમારીઓમાં છે રામબાણ ઈલાજ

01/02/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઔષધીય ગુણોથી ભરપૂર છે 'લીલી હળદર', આ બીમારીઓમાં છે રામબાણ ઈલાજ

શિયાળાની ઋતુમાં લીલી હળદરનું આગમન થઈ જાય છે. પીળી અને સફેદ એમ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર (turmeric) એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

ભારતીય મસાલાની શાન

હળદરને ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. બીમારી દૂર રહે છે. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

લીલી હળદરનું સેવન કેવીરીતે કરવું

લીલી હળદરનું સેવન કેવીરીતે કરવું

શિયાળાની ઋતુમાં આ  હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.  આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. આ ઉપરાંત તેનું  સલાડ, શાક કે અથાણું બનાવીને જુદી જુદી રીતે સેવન કરી શકાય છે.

લીલી હળદરના ફાયદા

લીલી અને આંબા હળદર ડાયાબિટીસ અને ચામડીના રોગો, મૂત્રમાર્ગના રોગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આંબા હળદર દેખાવમાં સફેદ રંગની અને લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે.

હિમોગ્લોબીન વધારે છે

હિમોગ્લોબીન વધારે છે

લીલી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે.

એનિમિયા જેવા રોગથી બચી શકાય

કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.

સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે

સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે

હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.

ઇમ્યુનિટી વધારે

હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top